fbpx
અમરેલી

લક્ષ્મી ડાયમંડ મુંબઈના એમ.ડી ડાયમંડકિંગ અશોક ગજેરાના નિવાસસ્થાને સાધ્વી ઋતુંભરાની મંદિર નિર્માણ માટે મુલાકાત

જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ ગજેરાના નિવાસ સ્થાને મુંબઈ ભાજપ પ્રમુખ તથા મલબાર હિલના ધારાસભ્ય તથા લોઢા કન્સ્ટ્રકશનના માલિક મંગલપ્રભાત લોઢા સહિતના મહારાષ્ટ્રના ઉદ્યોગપતિઓનો જમાવડો . વતનના રતન વસંતભાઈ ગજેરાએ રામમંદિર નિર્માણનિધિમાં સુપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી આપી . હિરાઉધોગ જગતના પ્રણેતા વસંતભાઈ ગજેરા , ચુનીભાઈ ગજેરા તથા અશોકભાઈ ગજેરાએ સાધ્વી ઋતુંભરાનું શ્રીરામની મૂર્તિ અર્પણ કરીને સન્માન કરીને મંદિર નિર્માણમાં ફંડ એકઠું કરવાનો વિશ્વાસ અપાવ્યો . અમરેલીના મુંબઈ સ્થિત જાણીતા ઉદ્યોગપતિ , લક્ષ્મીડાયમંડ મુંબઈના એમ.ડી તથા જેમ્સ એન્ડ જવેલરી કાઉન્સિલ – મહારાષ્ટ્રના ચેરમેન અશોકભાઈ ગજેરાના મુંબઈ સ્થિત નિવાસ સ્થાને દૂર્ગાવાહીની સંસ્થાના સ્થાપક , વિચારક તથા તેજાબી વકતા સન્માનનીય સાધ્વી ઋતુંભરાએ મુલાકાત લઈને રામમંદિર નિર્માણ નિધિ સમપર્ણ અંતર્ગત મિટીંગ લીધી હતી

આ મુલાકાતમાં મુંબઈ શહેર ભાજપ પ્રમુખ , ધારાસભ્ય તથા ઉદ્યોગપતિ મંગલપ્રભાત લોઢા સહિત મુંબઈ બીકેસીના ૬૦ ( સાઈઠ ) ઉદ્યોગપતિ પણ જોડાયા હતા . આ મુલાકાત દરમિયાન વતનના રતન , કેળવણીકાર તથા લક્ષ્મી ડાયમંડના સ્થાપક વસંતભાઈ ગજેરા , ચુનીભાઈ ગજેરા , અશોકભાઈ ગજેરા તથા શ્રીમતિ સરોજબેન અશોકભાઈ ગજેરાએ સાધ્વી માન.શ્રી સાધ્વી ઋતુભૂરાજીનું રામ – લક્ષ્મણ – હનુમાનજીની મૂર્તિ અર્પણ કરીને સન્માન કર્યુ હતું . આ તકે આંતરાષ્ટ્રીય કંપની લક્ષ્મી ડાયમંડ કા.મુંબઈના એમ.ડી , ડાયમંડકિંગ અશોક ગજેરાએ જણાવ્યુ હતુ કે રામમંદિરના નિર્માણથી ભારતની સત્ય , સનાતન સંસ્કૃતિની જાળવણીમાં આવનારા ભારતને ગૌરવ પ્રાપ્ત થશે ત્યારે રામ મંદિર નિર્માણમાં સહયોગ આપવો એ ગૌરવની વાત છે . અમો મંદિર નિર્માણમાં સહયોગ આપવાની ખાત્રી આપીએ છીએ

Follow Me:

Related Posts