અમરેલીમાં કોરોના વધુ 2 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3810 પર

અમરેલી જિલ્લામાં કોરોનાને કાબુમાં લેવા વેકસીન ના ડોઝ સતત અપાઈ રહ્યા છે. જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ફક્ત 1 કે 2 જ પોઝિટિવ કેસ નોંધાય રહ્યો છે. ત્યારે આજે પણ જિલ્લામાં ફક્ત 2 જ પોઝિટિવ કેસ નોંધાયો. હજુ અમરેલી જિલ્લો કોરોના મુક્ત થયો ના હોવાથી જ્યારે બહાર નીકળો ત્યારે માસ્ક અચૂક પહેરો સાથે સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન પણ અવશ્ય કરો. આજ તા. 31 જાન્યુઆરીના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લામાં ફક્ત 2 પોઝિટિવ કેસ નોંધાયો. જ્યારે સારવાર હેઠળ હવે ફક્ત 21 દર્દીઓ જ રહ્યા. આજે 3 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 41 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3810 પર પહોંચ્યો
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Recent Comments