GHCL રોજગાર તાલીમ સંસ્થા- જાફરાબાદ માં સ્કીલ ડેવલપમેન્ટ પ્રોજક્ટ અંતર્ગત 4 પ્રકારના કોર્સમાંથી તા. 01/02/2021 ના રોજ નર્સિંગ આસિસ્ટન્ટ ટ્રેડનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો હતો

તાલીમાર્થીઓને કોરોના કાળ માં પણ રોજગાર લક્ષી તાલીમ મળી રહે તે માટે માનનીય કલેટરશ્રી – અમરેલી, પાસેથી પરવાનગી મેળવી તાલીમ સંસ્થા ખાતે 40 જેટલા નર્સિંગ ટ્રેડ ના તાલીમાર્થી ઓનું એનરોલમેન્ટ કરવામાં આવ્યું હતું. આ તકે GHCL ફાઉન્ડેશન ના આસી. મેનેજર શ્રી રમેશભાઈ મકવાણા દ્વારા તાલીમાર્થીઓને તાલીમ નું મહત્વ તેમજ રોજગારી ની તકો ની વિસ્તૃત સમજ આપવામાં આવેલી હતી. સાથે સાથે હાલ માં ચાલી રહેલ કોરોના કાળ માં સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ ગાઈડ લાઈન ની ચુસ્ત અમલવારી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
Recent Comments