પેરોલમાં છુટેલો ફરાર ૮ હત્યાનો આરોપી ઝડપાયો

અમરેલીમાં સાધુના વેશમાં ૮ હત્યાનો આરોપી ઝડપાયો છે. આ આરોપી રાજુલાના છતડીયામા આશ્રમ સાધુના વેશમાં રહેતો હતો. રાજુલામાં ૨૩ ફેબ્રુઆરીએ ૨૦૨૦ માં રાજ્યપાલ,સાધુસંતો તેમજ રાજકીય અગ્રણીઓની હાજરીમાં પોતે કૃષિ સંમેલન યોજયું હતું. હત્યારો સંજીવ સાધુ ઓમ આનંદગીરી નામ ધારણ કરી સાધુ બન્યો હતો.પેરોલમાં છુટેલો આ આરોપી ફરાર હતો.જેને મેરઠથી પોલીસે દબોચી લીધો હતો.
હરિયાણાના હિસ્સારમાં રહેતા પોતાના જ સસરા પૂર્વ ધારાસભ્ય રેલુરામ પુનિયા સહિત તેના પરિવારના આઠ સભ્યોની હત્યા કરી હતી. હત્યાના ગુનામાં આરોપીને ૨૪ ઓગષ્ટ ૨૦૦૧મા ફાંસીની સજા થઈ હતી.જાેકે આ સજા બાદમાં આજીવન કેદમાં તબદીલ થઈ હતી. પોતાની પત્ની સાનિયાએ જ આ ગુનામાં સહકાર આપ્યો હતો.
Recent Comments