fbpx
અમરેલી

અમરેલીમાંથી રામ મંદિર માટે હજારો રૂપિયાની નિધિ અર્પણ

અયોઘ્‍યામાંનિર્માણ થનારા રામ મંદિર માટે ચાલી રહેલા નિધિ એકત્રીકરણ અભિયાનમાં નાના-મોટા, અમીર-ગરીબ, સામાન્‍ય માણસ, સાધુ-સંતોથી માંડીને નેતાઓ ઘ્‍વારા યથાશકિત નિધિ સમર્પણ મળી રહૃાું છે. અમરેલીનાં પાણી દરવાજા સ્‍થિત સ્‍વામીનારાયણ મંદિર ઘ્‍વારા રામ મંદિર નિર્માણ માટે પૂ. ભકિતસંભવ સ્‍વામી, પૂ. ગોપાલમુની સ્‍વામી, પૂ. સુખસ્‍વામી, પૂ. હરીસ્‍વરૂપસ્‍વામી, પૂ. ભગવાન સ્‍વામીની ઉપસ્‍થિતિમાં રૂા. 61,000ની નિધિ અર્પણ કરવામાં આવી. આજ રીતે ગુર્જર સોરઠીયા, દરજી સમાજ ઘ્‍વારા પ્રમુખ ચંદુભાઈ કાલાણી, પી.એલ. સરવૈયા, કિરીટભાઈ સરવૈયા, ગીરીશભાઈ મકવાણા, શાંતિભાઈ ગોહેલની હાજરીમાં રામ મંદિર નિર્માણ માટે રૂા. 1ર,00ની નિધિ અર્પણ કરવામાં આવી. અમરેલીનાં માણેકપરા વિસ્‍તારમાં ઘરે-ઘરે નિધિ એકત્ર કરવા નીકળેલા રામભકતોને ભાવેશભાઈ છોટુભાઈ વસાણી અને બીરેનભાઈ છોટુભાઈ વસાણીનાં પરિવાર ઘ્‍વારા રામ મંદિર નિર્માણ માટે રૂા. ર1,000નો ચેક અર્પણ કરીને ધન્‍યતા અનુભવી હતી. નિધિ અભિયાનમાં સમાજનાં જન-જનમાંથી હૃદયપૂર્વક આવકાર મળી રહૃાો છે એમ નિધિ એકત્રીકરણ સમિતિની યાદી જણાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/