સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે કોવિડ રસીકરણનો બીજો ડોઝ આપવાની શરૂઆત
દેશના સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત ગુજરાત સહિત દેશભરમાં ૮ મિલિયન ઉપરાંત હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોવિડ રસીકરણનો પહેલો ડોઝ આપી દીધેલ છે અને ૨૮ દિવસના અંતરે બીજો ડોઝ આપવાનો છે ત્યારે જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જયેશ પટેલના માર્ગદર્શન હેઠળ સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે સૌથી પહેલા બીજો ડોઝ રસીકરણ અધિકારી ડૉ.આર.કે.જાટ સાહેબ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા સહિતના સરકારી અને પ્રાઇવેટ ડોકટર ગ્રુપ દ્વારા લઈ સામાન્ય જનતાને પોતાનો વારો આવે ત્યારે રસીકરણ જરૂરથી કરાવવા અપીલ કરેલ.આ રસી સુરક્ષિત હોવાનું અને રસી લેનાર કોઈ વ્યક્તિમા સામાન્ય સિવાય ગંભીર પ્રકારની આડઅસર ના જોવા મળેલ હોવાનું અને બીજો ડોઝ લીધાના બે સપ્તાહ બાદ જે તે વ્યક્તિમાં રોગપ્રતિકારક શક્તિ વધવાની શરૂઆત થતી હોવાનુ ડૉ.જાટ સાહેબ દ્વારા જણાવેલ અને સંપૂર્ણ સુરક્ષા માટે રસી લીધા પછી બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરવા અને બે ગજનું અંતર જાળવી રાખવુ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા અને ડૉ.શક્તિરાજ ખુમાણ સહિતના આરોગ્ય સ્ટાફ દ્વારા પ્રથમ ચરણમાં બે હજાર ઉપરાંત હેલ્થ-ફ્રન્ટ લાઇન વર્કર્સને કોવિડ રસી આપી બીજા તબક્કાના આયોજનની સુંદર કામગીરી કરવામાં આવી રહી છે જે યાદીમાં જણાવેલ છે.
Recent Comments