fbpx
અમરેલી

રાષ્ટ્રભકિત સર્વોપરી અયોધ્યા મંદિર નિર્માણાર્થે સહકાર ઈફકોના ચેરમેન બલવિંદરસિંહ નકઈ , વાઈસ ચેરમેન દિલીપ સંઘાણીની ઉપસ્થિતીમાં ઈફકો પરિવાર દ્રારા ૨.૫૧ કરોડનું દાન

વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ આલોકકુમાર અને સંસદસભ્ય નિશીકાંત દુબેને ચેક સુપ્રત કરેલ રાષ્ટ્રભકિત એ દેશ અને નાગરિકોની સર્વોપરીતા છે તેમા સેવા એ રાષ્ટ્રસેવા યજ્ઞ બની રહે છે આ સેવા યજ્ઞમાં દેશની નામાંકીત સહકારી સંસ્થા ઈફકો પરિવારે આજ રોજ દિલ્હી મુકામે અયોધ્યા ખાતેના મંદિર નિર્માણાર્થે રૂા .૨.૫૧ કરોડનું દાન આપીને રાષ્ટ્રભક્તિનો પરિચય આપ્યો છે . દિલ્હી મુકામે દેશની અગ્રણી સહકારી સંસ્થા ઈફકોએ આજરોજ અયોધ્યામાં ચાલી રહેલ નિર્માણ કાર્યમાં રૂ .૨.૫૧ કરોડનું દાન ઈફકો પરિવારે શ્રધ્ધાપુર્વક જાહેર કરેલ છે . આ તકે ઈફકોના ચેરમેન બલવિંદરસિંહ નકઈ , વાઈસ ચેરમેન દિલીપ સંઘાણી , ડાયરેકટર ઉદયશંકર અવસ્થિ , સહાયક ડાયરેકટર રાકેશ કપુર , ડાયરેક્ટર ( માનવ સંસાધન ) આર.પી.સિંહ , યોગેન્દ્રકુમાર સહિત ઈફકો બોર્ડ ઓફ ડાયરેકટર તરફથી શ્રીરામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ચેક સુપ્રત કરેલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ૫ – ઓગષ્ટના રોજ અયોધ્યામાં રામ જન્મ સ્થળ ઉપર મંદિર નિર્માણ કાર્ય માટે ભૂમિ પુજન કરેલ . ઈફકો સહકારીતા , કિસાનો , શ્રમીકો સહીત સૌના ભલા માટે અલગ – અલગ કાર્ય કરતી સંસ્થા છે . ગત વર્ષમાં કોરોના મહામારી સામે લડવા પ્રધાનમંત્રી ફંડમાં ૨૫ કરોડનું યોગદાન આપેલ સાથોસાથ ઈફકો ફાઈટ કોરોના – બ્રેક ‘ અભિયાન પુરા દેશમાં ચલાવીને ઠંડીથી બચવા સમગ્ર દેશમાં ગરીબ પરિવારોને ગરમ ચાદર વિતરણ કરવામાં આવેલ . કિસાનોને શિક્ષીત કરવા સાથે તેના જીવનસ્તરને સંગીન બનાવવા માટે સમગ્ર દેશમાં વિવિધ આયોજનો જેવા કે સંતુલીત પ્રજનન , ગામડાઓને દતક લેવા , કૃષિ વિદ્યાલયોની મૂલાકાત , કિસાન બેઠક , ફસલ સેમીનાર , મોબાઈલ ફસલ પ્રયોગ શાળાકાર્ય સહિતની કામગીરી કરવામા આવે છે સાથોસાથ કિસાનોના સામાજીક અને આર્થીક વિકાસ માટે કામગીરી કરવામાં આવે છે . સંભવીત દુષ્કાળની સ્થિતીને પહોચીવળવા ઘાસચારાની વ્યવસ્થા , પશુ ચિકીત્સાહ , દવા વિતરણ , સ્વાસ્થ શિબીર , ચોખ્ખું પીવાનું પાણી , કિસાન બાળકોને સ્કૂલ સહાયતા , ગ્રામીણ સમુદાય અને તેની કલા – સંસ્કૃતિના રક્ષણ અને સંવર્ધન માટે સતત યોગદાન આપતી ઈફકો સંસ્થા અનેક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહેલ છે તેમ યાદીમાં જણાવાયેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/