fbpx
અમરેલી

મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા 23 વર્ષના લગ્ન જીવનને ટૂંટતું બચાવી મહિલા ને સમજમાં પુનઃસ્થાપન કરાવ્યુ

જીવનના આવેલ કપરા સમયમાં જ્યાંરે કોઈ જ રસ્તોના મળવાથી દુઃખી થતા  મહિલાને મદદ માર્ગદર્શન,સહકાર અને હિંમત આપી ફરી સમાજમાં પુનઃસ્થાપન કરવામાં મદદ પુરી પાડી.
પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતાકેન્દ્ર) એક મહિલા આવેલા તેમના લગ્નને 23 વર્ષનો સમય થઈ ગયો છે સંતાનો યુવાન છે દીકરીના લગ્ન થઈ ગયા છે દીકરી હાલમાં પ્રેગ્નેન્ટ છે અને છતાં પણ તેના પતિ દ્વારા હજુ પણ ત્રાસ આપવામાં આવે છે લગ્નનના એટલા વર્ષે પણ બેનને   શાંતિની જિંદગી મળી નથી પતિ દ્વારા  શંકા- કુશંકા કરી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો બેનના પિયરમાં જવાની અને કોઈ ને મળવાની કે ફોન કરવાની પણ મનાઈ હતી બેનના માતા બેનની તબિયત ખરાબ હોવા થી મળવા માટે આવ્યા તો બેનના પતિ દ્વારા બેનના માતા ને તથા નાની બેનને  માર મારેલ અને કહેલ કે તારા પરિવારના એક પણ સભ્ય અમારા ઘરે ના આવવા જોઈએ એમ કહી અને ઢોરમાર મારી ઘરે થી કાઢી મુકવામાં આવેલ જેથી બેનને કોઈના દ્વારા મહિલા સહાયતા કેન્દ્રની માહિતી મળી અને બેન મદદ મેળવવા સેન્ટર પર આવ્યા બેન ખૂબ ચિંતિત હતા રડી પણ રહ્યા હતા પોતાની દીકરી પ્રેગ્નેન્ટ હોય અને તેઓ તેની સાથે નથી એ વાત થી બેન ખૂબ દુઃખી હતા જેથી સેન્ટરના કાઉન્સેલર પરુલબેન મહિડા દ્વારા તેમને આશ્વાસન આપી  કોઈના પણ સંકોચ અને ડર વગર તેની આપવીતી જણાવવા કહેલ જેથી બેને પોતાની ઉપર થયેલ 23 વર્ષના  અત્યાચારની રજુઆત કરી બેનની વિગત સાંભળી તેમની અરજી લઈ અને તેના પતિ ને બોલાવી  પરામર્શ દ્વારા તેમની સમસ્યાનું યોગ્ય સમાધાન કારેલ સેન્ટર દ્વારા તેમની 6 જોઈન્ટ મીટીંગ કારેલ બંને ને યોગ્ય માર્ગદર્શન આપી અને સમજાવવામાં આવ્યા બેનના પતિ લાંબાગાળા ના પરામર્શ થી એ વાત સમજી ગયા છે કે તેઓ જે તેમની પત્ની ઉપર અત્યાચાર ગુજારી રહ્યા છે તે યોગ્ય નથી અને હવે તેઓ પોતાની ભૂલને સ્વીકારે અને બાંહેધરી આપેલ કે તેઓ ભવિષ્યમાં પોતાની પત્નીને કોઈ જાતની હેરાનગતિ નહીં કરે અને તેમને તેના પિયરમાં પણ જાવા આવવા દેશે બેનના પતિએ માફી પણ માંગી લીધી અને પોતાનો  સ્વભામાં સુધારી અને પોતાની પત્નીને તેડી લઇ જવા માંગે છે અને અંતે યોગ્ય પરામર્શ સુખદ સમાધાન કરવામાં આવ્યું બેન રાજીખુશીથી પિતાના પતિ સાથે જાવા તૈયાર છે બેને સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો અને તેમને મળેલા સહકાર થી ખૂબ ખુશ થયા.આમ બેનને સમાજમાં પુનઃસ્થાપન કરાવી અને કાઉન્સેલર પરુલબેન મહિડા દ્વારા જિલ્લામાં પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતા મહિલા સહાયતા કેન્દ્ર મહિલાઓ માટે એક આશાની કિરણરૂપ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/