fbpx
અમરેલી

શૈક્ષણીક વર્ષ ર૦ર૦–ર૧ માં કોરોના સંકટમાં ગજેરા સંકુલ સમગ્ર ગુજરાતમાં ખરા–અર્થમાં કોરોના વોરિયર સાબિત થયું


અનેક વિટંબણાઓ તથા આર્થિક મુશ્કેલીઓ છતા અમોએ કેજી થી પીજી સુધીનું સંપૂર્ણ કાર્ય કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તથા જીટીયુ માં અવલ્લ સ્થાને રહેવામાં સફળ રહીને વાલી તથા વિદ્યાર્થીનીઓનો વિશ્વાસ ટકાવી રાખ્યો–મનસુખભાઈ ધાનાણી–નિયામક
કોરોના મહામારીના શૈક્ષણીક વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિ.માં બી.એ,બી.કોમ,બી.બી.એ,બી.સી.એ,બી.એસ.સી. જીટીયુમાં બી.ફામ,એમ.ફાર્મ,એમ.બી.એ,એમ.એસ.સી,એમ.સી.એ વિ.વિદ્યાશાખામાં ટોપ–ટેનમાં પ૦(પચાસ) વિદ્યાર્થીનીઓએ ટોપ–ટેનમાં મેદાન માર્યુ.
હોસ્ટેલ ડાયરેકટર વલ્લભભાઈ રામાણીએ અંગત રસ લઈને અમેરિકાથી વિદ્યાર્થીનીઓને રપ લાખ સ્કોલરશિપ પેટે અપાવ્યા.
કોરોના મહામારીમાં ટ્રસ્ટી તથા કેમ્પસ ડાયરેકટર ચતુરભાઈ ખૂંટે સતત વહીવટીય સભાનતા દાખવીને સંકુલને ધમધમતું રાખ્યું…એકેડેમીક ડાયરેકટર કિશોરભાઈ દેસાઈએ આગવી કાર્યશૈલીથી એડમિશનથી લઈ પરીક્ષા સંબંધિત તમામ કામગીરી સુપેરે નિભાવી.

અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ–સુરત સંચાલીત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણીક સંકુલ–અમરેલીએ સતત રર વર્ષથી નિ:સ્વાર્થ નિયામક તરીકે તથા ટ્રસ્ટી તરીકે સેવા આપતા મનસુખભાઈ ધાનાણીના સીધા માર્ગદર્શન હેઠળ કોરોના મહામારીના શૈક્ષણીક વર્ષ ર૦ર૦–ર૧ માં પણ પોતાની સિધ્ધિઓ ની નવી ઉંચાઈઓ સર કરીને સમગ્ર ગુજરાતમાં શિક્ષણ જગતનું ”કોરોના વોરિયર” સાબિત થયુ છે. કોરોના ના કપરા કાળમાં સતત આર્થિક સમસ્યાનો સામનો કરીને પણ સરકારશ્રીની સુચના અને આદેશ અનુસાર ધો.૧ થી સ્નાતક તથા અનુસ્નાતકનું ઓનલાઈન સંપૂર્ણ શિક્ષણ આપીને ૮પ૦૦(આઠ હજાર પાંચસો) વિદ્યાર્થીનીઓ તથા વાલીઓના વિશ્વાસનું સંપાદન કરીને નિયામક મનસુખભાઈ ધાનાણીએ ગજેરા સંકુલ–અમરેલીને ખરા–અર્થમાં શિક્ષણ જગતનું કોરોના વોરિયર સાબિત કર્યુ છે.
આ તકે ગજેરા સંકુલમાં સતત રર વર્ષથી નિયામક તથા ટ્રસ્ટી તરીકે નિ:શુલ્ક તથા નિ:સ્વાર્થ સેવા આપતા મનસુખભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે સંસ્થાના પદાધિકારીથી માંડી પટાવાળા,વિદ્યાર્થીનીઓ,વાલીઓ,ડાયરેકટરશ્રી,આચાર્યો, પ્રાધ્યાપકશ્રીઓ,શિક્ષકોના સહિયારા આત્મવિશ્વાસ તથા સહકારથી કોરોના મહામારીમાં પણ અમો શૈક્ષણીક વર્ષ ર૦ર૦–ર૧ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા જીટીયુમાં ટોપ–ટેનમાં પ૦ (પચાસ) કરતા પણ વધારે વિદ્યાર્થીનીઓએ ટોપ–ટેનમાં સ્થાન પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં અમોને સૌને ગુજરાત રાજયમાં ગૌરવ અપાવ્યું છે.


મહેનત તથા માનવતાના સંગમ સમાં ગજેરા સંકુલના હોસ્ટેલ ડાયરેકટર વલ્લભભાઈ રામાણીના પ્રામાણિક પ્રયત્નોથી સરદારધામ–અમદાવાદ ના માધ્યમથી અમેરિકાથી લગભગ રૂા. રપ,૦૦,૦૦૦ (પચીસ લાખ) જેવી રકમ વિદ્યાર્થીનીઓના ખાતામાં ડાયરેકટ જમા કરાવીને કપરા સમયમાં શિક્ષણનો આધાર બન્યા છે તો કેમ્પસ ડાયરેકટર તથા ટ્રસ્ટી ચતુરભાઈ ખૂંટે આગવી સુઝ–બુઝ થી તમામ વહીવટીય કાર્યનું સંકલન કરીને ગજેરા સંકુલને ધમધમતું રાખ્યુ, વહીવટીય વિભાગમાં એકેડેમીક ડાયરેકટરની ફરજ બજાવતા સંસ્થાના અધિકારી કિશોરભાઈ દેસાઈએ પ્રામાણિકતા, નિષ્ઠા તથા પારદર્શિતાપૂર્વક વિદ્યાર્થીનીઓની ઓનલાઈન ફી, એડમિશન, પરીક્ષા ફી, પરિણામ,પરીક્ષા ફોર્મ વિ.ની કામગીરીમાં ઓન–લાઈન ઓવરટાઈમ કરીને પણ ૮પ૦૦ વિદ્યાર્થીનીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે ગંભીરપણે વિચારી કાર્યપ્રવૃતિ કરીને સહયોગ આપી ગજેરા સંકુલને સક્રિય રાખ્યું તે બદલ સ્થાપક પ્રમુખ તથા કેળવણીકાર વસંતભાઈ ગજેરા, પ્રમુખ મનુભાઈ કાકડીયા, ઉ.પ્રમુખ પરશોતમભાઈ ધામી, સેક્રેટરી બાબુભાઈ સાકરીયાએ નિયામક મનસુખભાઈ ધાનાણી, અધિકારીશ્રીઓ, ડાયરેકટરશ્રીઓ, આચાર્યો, શિક્ષકો, ટીચીંગ નોન–ટીચીંગ કર્મચારી, વિદ્યાર્થીનીઓ, વાલીઓ તથા યુનિવર્સિટી સતાવાળા ઓનો આભાર માની અભિનંદન આપ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/