fbpx
અમરેલી

સાવરકુંડલા-લીલીયા તાલુકામાં વીજ પુનઃ સ્થાપનની કામગીરી તા.૨૦/૦૬/૨૦૨૧ને રવિવાર સુધીમાં સંપૂર્ણપણે કરવામાં નહી આવેતો ધારાસભ્ય દ્વારા PGVCL કચેરીઓ સામે ધરણા કરવાની ચીમકી આપતા ધારાસભ્ય પ્રતાપ દુધાત.


ગત તારીખ ૧૭/૦૫/૨૦૨૧ ના રોજ “તૌક્તે” વાવાઝોડા થી મારા મતવિસ્તાર સાવરકુંડલા-લીલીયા તાલુકાને તમામ પ્રકારે ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થવા પામેલ છે. જેમાં મારા મતક્ષેત્ર હેઠળના ગામોમાં મારા પ્રવાસ દરમ્યાન ધટના સ્થળે નિરીક્ષણ કરતા વાવાઝોડા ના ૨૭ દિવસ થવા આવેલ હોવા છતાં અસરગ્રસ્ત લોકોને સરકારશ્રી દ્વારા પુનઃ સ્થાપન કરવા માટેની કોઈ કામગીરી કરવામાં આવેલ નથી. લોકોની આર્થિક સ્થિતિ ખુબજ ખરાબ થવા પામેલ છે, તેવા સમયે અમો દ્વારા અસરગ્રસ્ત લોકો સુધી પહોચી જરૂરી મદદ કરેલ, પરંતુ સરકારશ્રી દ્વારા જાહેર કરેલ સહાયમાં લોકોમાં શંકા છે. આજદિન સુધી અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડવાની કામગીરી પર અમોને અસંતોષ થવા પામેલ છે. મારા મતવિસ્તાર નાં ગામોમાં હજુપણ સર્વે થઇ રહેલ નથી. તેમજ khetivadi વીજ સ્થાપન ની કામગીરી આજદિન સુધીમાં કરવામાં આવેલ નથી. ચોમાસાની સીઝન દરમ્યાન ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં વાવતેર કરેલ હોય, ત્યારે PGVCL દ્વારા ખેતીવાડી વીજ પુનઃ સ્થાપન કરવા માટે પોતાની અનુકુળતા અને ગમે તે સમયે જશે, પરંતુ ખેડૂતોએ પોતાના ખેતરોમાં કરેલ વાવતેર ના સમયે વીજ પુનઃ સ્થાપન ની કામગીરી થી પોતાના કરેલ વાવતેર નિષ્ફળ જવાનો ભય હોય, ખેડૂતો અને PGVCL સ્ટાફ વચ્ચે સંઘર્ષ થવાની શક્યતાઓ પણ રહેલી છે.                          

જેથી તા. ૧૫ /૦૬/૨૦૨૧ થી તા. ૨૦/૦૬/૨૦૨૧ સુધીમાં સાવરકુંડલા-લીલીયા તાલુકાના ગામોમાં સંપૂર્ણપણે ખેતીવાડી વીજ પુનઃ સ્થાપન ની કામગીરી જેવી કે વીજ પોલ ઉભા કરવા, નવા ટી.સી. ઉભા કરવા અને નવા વીજ કેબલ નાખવાની તમામ કામગીરી પૂર્ણ કરી ખેતીવાડી વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવે તેવી અમારી માંગણી છે, તેમ છતાં તંત્ર દ્વારા તા. ૨૦/૦૬/૨૦૨૧ ને રવિવાર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવામાં નહી આવેતો અમોએ નાં છૂટકે સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ખેડૂતોને સાથે રાખીને કોરોના ની મહામારી વચ્ચે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા તંત્રની સામે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારેલ છે. સ્થળ :- વીજપડી PGVCL ઓફીસ                     સ્થળ :- કાર્યપાલક ઇજનેર  કચેરી જેસર રોડતારીખ :- ૨૧/૦૬/૨૦૨૧                                તારીખ :- ૨૨/૦૬/૨૦૨૧        અંતમાં સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ખેડૂતોએ , તા ૨૧/૦૬/૨૦૨૧ અને તા.૨૨/૦૬/૨૦૨૧ નાં વિવિધ સ્થળે ખેડૂતોને ખેતીવાડી વીજ પુરવઠો મળી રેહે તે માટે ધરણા કરવામાં આવશે. તો તમામ ખેડૂતોએ ધરણા ના સ્થળે આવવા આહવાન કરવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/