fbpx
અમરેલી

ધારી પંથકમાં ચોરી કરનાર ચલાલાના 4 તસ્‍કરોને અમરેલીથી દબોચી લેવાયા

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે જિલ્લામાં અગાઉ બનેલઘરફોડ ચોરીનાં ગુન્‍હાઓ કે જે અનડીટેકટ રહેવા પામેલ હોય, તેવા ગુન્‍હાઓનો ઉંડાણપુર્વંક અભ્‍યાસ કરી આવા ગુન્‍હાઓનો ડીટેકટ કરી ચોરીમાં ગયેલ મુદ્‌ામાલ રીકવર કરી તેનાં મુળ માલીકને ચોરીમાં ગયેલ મુદ્‌ામાલ સહી સલામત મળી રહે અને આવા ઘરફોડ ચોરી કરતા ઈસમોને સત્‍વરે પકડી જેલ હવાલે કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે એસ.ઓ.જી. પો.સ.ઈ. એમ.એ.મોરી તથા એસ.ઓ.જી. ટીમ અમરેલી શહેર વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન ટેકિનકલ સોર્સ મારફતે હકિકત મળેલ કે, ધારી પો.સ્‍ટે.નાં ગુન્‍હા ઇ.પી.કો.કલમ-4પ7, 380 વિ.મુજબનો ગુન્‍હો અનડીટેકટ હોય અને સદરહું ગુન્‍હો શોધી કાઢવા સતત પ્રયત્‍નશીલ રહેલ હોય, જે અનુસંધાને અમરેલી, કામનાથ મહાદેવ મંદિરની એકદમ ગેઇટની સામે આવેલ ઝાડ નીચેથી ચાર ઇસમોને સોના-ચાંદીના ઘરેણાઓ તથા પંચધાતુની ભગવાનની મૂર્તિઓ તેમજ બે મોબાઇલ ફોન સાથે ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપીઓ (1) અમિતભાઇ વિજયભાઇ સોલંકી, (ર) પારસભાઇ ઉર્ફે નાનીયો સવજીભાઇ સોલંકી, (3) પ્રકાશભાઇ ઉર્ફે મોટો સવજીભાઇ સોલંકી, (4) જગદિશભાઇ ઉર્ફે જગો અરવિંદભાઇ સોલંકી

મજકુર પકડાયેલ આરોપી પાસેથી (1) એક સોનાનો સાદી પટ્ટી (સતારા) ચેઇન વજન 9 ગ્રામ, કિ.રૂ.36,000/- (ર) સોનાની સાદી કડી (બાલી)નંગ-ર વજન 1.પ ગ્રામ કિ. રૂા.6,000/- (3) સોનાની ડીઝાઇન વાળી બુટ્ટી નંગ-ર વજન 3.પ80 કિ.રૂા.16,800/- (4) એક સોનાની સાદી વીંટી વજન 1.પ40 ગ્રામ કિ. રૂા.8,000/- (પ) એક ચાંદીનુ કાળા પારાનુ મંગળસુત્ર, વજન 16 ગ્રામ કિ.રૂા.1,000/- (6) એક ચાંદીનો (રાણી સીક્કો) વજન 11.600 મી.લી  કિ. રૂા.600/- (7) એક સેમસંગ કંપનીનો ગોલ્‍ડન કલરનો મોડેલ-કોઢવટક્ષ્ડન નો એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂા.10,000/- (8) એક વીવો કંપનીનો સફેદ અને ગોલ્‍ડન કલરનો મોડેલ-1603 નો એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન કિ. રૂા.3,000/- (9) એક હનુમાનજીની આકૃતિની પંચધાતુની મુર્તી કિ.રૂા.800/- (10) એક ગણપતિજીની આકૃતિની પંચધાતુની મુર્તી કિ.રૂા.900/- મળી કુલ કિ.રૂા.83,100/-નો મુદ્‌ામાલ સાથે કબ્‍જે કરેલ છે અને ઉપરોક્‍તત પકડાયેલ આરોપીઓ વિરૂઘ્‍ધ ઘરફોડ ચોરી અંગે ધારી પો.સ્‍ટે., ગુન્‍હા રજી. થયેલ હોય, જે ગુન્‍હો આજદિન સુઘી અનડીટેકટ હોય, જે ગુન્‍હો શોધી કાઢવામાં સફળતા મળેલ છે મજકુર પકડાયેલ આરોપીઓ તથા મુદ્‌ામાલ વધુ તપાસ અર્થે અમરેલી સીટી પો.સ્‍ટે., ખાતે સોંપી આપેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/