fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ૧૮+ના ૮૯,૭૫૬ યુવાનો, ૪૫+ના ૧.૧૬ લાખ લોકો અને ૬૦+ના ૧.૨૩ લાખ એમ કુલ ૩.૨૯ લાખ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો

કોરોના વાયરસ સામેની લડાઈમાં વેક્સીન લઈ અમરેલીના પ્રજાજનોએ જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરી છે. તાજેતરમાં અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી વેક્સિનેશન ડ્રાઈવને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા લઈ રહ્યો છે. અમરેલી આરોગ્ય ખાતાના તા. ૪ જૂલાઈના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં કુલ ૧૮ થી ૪૪ વયજૂથના ૮૯,૭૫૬ યુવાનોએ, ૪૫ થી ૫૯ વયજૂથના ૧,૧૬,૫૫૮ લોકોએ અને ૬૦ થી વધુ વયના ૧,૨૩,૬૧૩ એમ કુલ મળી ૩,૨૯,૯૨૭ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. અને ૪૫ થી ૫૯ વયજૂથના ૬૧,૩૫૦ લોકોએ અને ૬૦ થી વધુ વયના ૬૨,૮૩૫ એમ કુલ મળી ૧,૨૪,૧૮૫ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. જિલ્લામાં ૧,૬૨,૪૫૧ લોકોને કોવેક્સિન અને ૩,૨૯,૯૬૧ લોકોને કોવીશીલ્ડ વેક્સીન આપવામાં આવી છે.

આરોગ્ય તંત્ર દ્વારા લેવામાં આવતી કાળજી વિષે વાત કરતા ખાંભાના જીકીયાળી ખાતે રહેતા શ્રી દેવજીભાઈ કહે છે કે વેક્સિનનો પહેલો ડોઝ લેવા માટે આરોગ્ય તંત્રના કર્મીઓએ ઘરે ઘરે જઈને માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ બીજા ડોઝનો સમય થતા આરોગ્ય તંત્ર દ્વારા અમને જાણ કરી ખાસ દરકાર કરવામાં આવી હતી. મને હૃદયરોગની બીમારી હોવા છતાં મેં વેક્સિનના બંને ડોઝ લીધા છે અને કોરોના સામે રક્ષણ મેળવ્યું છે.

રાજકોટ ખાતે માસ્ટર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતા સુશ્રી કાજલબેન વેક્સિનેશન અંગે વાત કરતા જણાવે છે કે સૌપ્રથમ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને અને ત્યારબાદ ૬૦થી ઉપરના અને પછી ૪૫ થી ઉપરના લોકોને વેક્સીન આપ્યા બાદ હવે ૧૮ થી ઉપરના યુવાનોને એમ સરકાર દ્વારા ખુબ જ આયોજનબદ્ધ તબક્કાવાર વેક્સીન આપવામાં આવી છે. મારા માતા પિતા સહીત દરેક કુટુંબીજનોએ કોરોનાની વેક્સીન લીધી હતી અને આજે મારું પણ વેક્સિનેશન થતા અમારા આખા કુટુંબે કોરોના સામેની લડાઈમાં રક્ષાકવચ મેળવ્યું છે. લોકોએ વેક્સીન અંગેની ભ્રામક માન્યતાઓ દૂર કરી વહેલામાં વહેલી તકે વેક્સીન લઈ લેવી જોઈએ.

સેલ્ફ રજિસ્ટ્રેશનની સરળ પ્રક્રિયા અંગે વાત કરતા અમરેલી ડેરી સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા શ્રી સત્યજિતભાઈ જણાવે છે કે કોવીન વેબ પોર્ટલ ઉપર માત્ર ૧ મિનિટની પ્રક્રિયામાં આપણે જાતે જ આપણો સ્લોટ નક્કી કરી શકીયે છીએ. મેં ગઈકાલે જ મોડી સાંજે રજીસ્ટ્રેશન કર્યું ને બીજા જ દિવસે અમારા બંનેનો વારો આવી ગયો હતો. વેક્સિનેશન સેન્ટર પર અમને માત્ર ૨ મિનિટથી પણ ઓછો સમય લાગ્યો હતો. આમ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અતિ સરળ હોવાથી કોઈપણ પ્રકારની મુશ્કેલી પણ જણાતી નથી.

નોંધનીય છે કે હાલ ગ્રામ્ય અને શહેરી કક્ષાએ વહીવટી તંત્રના વિવિધ વિભાગોના કર્મીઓ દ્વારા મહત્તમ લોકોનું વેક્સિનેશન થાય તે માટે પ્રયાસો કરાઈ રહ્યા છે. તંત્રના આ પ્રયાસોને બહોળો પ્રતિસાદ આપ્યો છે. વરિષ્ઠ નાગરિકો બાદ યુવાનોએ પણ મોટા પ્રમાણમાં વેક્સિનેશન ઝુંબેશ અંતર્ગત રસી લઈ રસી સલામત હોવાનો સંદેશ આપ્યો છે. ખુબ ટૂંકા ગાળામાં મહત્તમ લોકો રસી લેવા માટે પ્રેરાયા છે ત્યારે રસી લેવાની બાકી હોય તેવા લોકોએ પણ આ વેક્સિનેશન ડ્રાઈવમાં ભાગ લઈ પોતાના પરિવાર અને સમાજને કોરોના વાયરસ સામે રક્ષાકવચ પૂરૂ પાડવાના તંત્રના પ્રયાસોમાં સહભાગી થાય તે આવશ્યક અને આવકારદાયક છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/