fbpx
અમરેલી

અમરેલી ખાતે મંત્રી વસાવાની ઉપસ્થિતિમાં પાંચ વર્ષના સુશાસનની ઉજવણી નિમિતે સંવેદના દિવસ ઉજવાયો

આ સરકાર ગરીબોવંચિતોશોષિતો અને પીડિતોની સરકાર છે : કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા

મંત્રીશ્રીના હસ્તે કોરોનાકાળમાં માતાપિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને સહાયનું વિતરણ કરાયુ

અમરેલી તા. ૧ ઓગસ્ટ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્યભરમાં ઉજવાઇ રહેલ ‘પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના’ કાર્યક્રમના બીજા દિવસે આજે સંવેદના દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અમરેલી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આજે આપણા લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ કોઈ પાર્ટીનું આયોજન કરીને કે કેક કાપીને નથી કરવાના પરંતુ તેઓ સંવેદના દિવસની ઉજવણી કરશે જેમાં સેવસેતુ કાર્યક્રમ થકી ૫૭ જેટલી સરકારી સેવાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર જ મળી રહે.

આ અગાઉ થયેલા સેવાસેતુ કાર્યક્રમોના વિવિધ તબક્કાઓ વિષે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભૂતકાળમાં પણ તબક્કાવાર સેવાસેતુ કાર્યક્રમો થયા એમાં અંદાજે ૨ કરોડથી વધુ લોકોએ લાભ લીધો છે. આજે પણ ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં તાલુકામાં અને નગરપાલિકા વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમો થયા છે. આ સાથે જે પણ બાળકોએ કોરોનાકાળમાં કોરોનાને લીધે માતાપિતાની છત્રછાયા ગુમાવી છે તેવા બાળકોને માસિક ૪ હજારની સહાય આપવાનું ભગીરથ કાર્યનો આરંભ થયો છે. અને જો બાળકોના માતાપિતા પૈકી કોઈ એક વાલીનું અવસાન થયું હોય તો માસિક ૨ હજાર મળશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની સરકારએ આ સરકાર ગરીબો, વંચિતો, શોષિતો અને પીડિતોની સરકાર છે. છેલ્લા પાંચ વર્ષમાં ૩૬ હજાર કરોડ જેટલી માતબાર રકમ ગરીબો, શ્રમિકો, મધ્યમ વર્ગના નાગરિકો અને ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એક પણ રૂપિયો કોઈ વચેટિયાને આપ્યા વગર તેઓના ખાતામાં સીધી જમા કરવાનું કાર્ય આ સરકારે કર્યું છે. ગુજરાત એ દેશનું પ્રથમ એવું રાજ્ય છે જ્યાં બિનઅનામત વર્ગના લોકોને ૧૦% અનામત આપવાની શરૂઆત થઇ છે. આ સિવાય ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને ૧૦૦૦ રૂપિયામાં ટેબલેટ આપવામાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન ૩૩૦૦ સ્થળોએ ૧૭૦૦ થી વધુ ધન્વંતરિ રથ દ્વારા ૨.૫ કરોડ લોકોને સારવાર આપવામાં આવી છે જેની નોંધ વિશ્વકક્ષાએ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ લીધી છે.

આ તકે પૂર્વ મંત્રી શ્રી બાવકુભાઈ ઉંધાડએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની યોજનાઓનો લાભ સ્થળ ઉપર જ મળે તેમજ કોઈ પ્રશ્નનો સ્થળ પર જ નિકાલ થાય તે માટે યોજવામાં આવેલા સેવાસેતુ કાર્યક્રમોને વિવિધ તબક્કાઓને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. છેવાડાના માણસોની નાની – નાની સમસ્યાઓનું સ્થળ ઉપર નિવારણ થાય તે માટે રાજ્ય સરકારે સેવા સેતુ કાર્યક્રમ રૂપી મહા અભિયાન સમગ્ર રાજ્યમાં આરંભ્યું છે. ૫૭ (સત્તાવન) પ્રકારની વિવિધ સેવાઓને આવરી લઇ સરકારશ્રીના ૧૩ (તેર) વિભાગો દ્વારા લોકોને ઘર આંગણે અલગ-અલગ પ્રકારની સેવાઓ મળી રહે તે આશયથી સેવાસેતુ કાર્યક્રમો યોજવામાં આવે છે.

જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે છેવાડાના માનવીના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, આ યોજનાઓ અને લોક કલ્યાણના કાર્યો લોકો સુધી પહોંચાડવા માટે નવ દિવસ સુધી વિવિધ દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ઘરઆંગણે ૫૭ જેટલી સરકારી સેવાઓનો લાભ આપવા ખુદ સરકાર લોકોને દ્વારે છે. સેવાસેતુ કાર્યક્ર્મથી લોકોને વિવિધ કચેરીઓની મુલાકાત લેવાની જરૂર રહેતી નથી.

મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કોરોના મહામારી દરમિયાન માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ બાળકોને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ ભારતીય પરંપરા અનુસાર દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો. મંચસ્થ મહાનુભાવોનું ખાદીના રૂમાલ અને પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકાના પ્રમુખ સુશ્રી મનીષાબેન રામાણી, મહિલા મોરચાના પ્રમુખ સુશ્રી ભાવનાબેન ગોંડલીયા, જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ, સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ તથા નગરપાલિકાના સદસ્યશ્રીઓ, સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા માટે આવેલા લાભાર્થી ભાઈ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/