fbpx
અમરેલી

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આગામી ૧૮ અને ૨૧ ઓગસ્ટના સાઇકલ રેલીનું આયોજન

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે રમત ગમત વિભાગ હેઠળના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલી જિલ્લામાં સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવશે. ૧૮ મી ઓગસ્ટના ભાઈઓ માટે અને ૨૧ મી ઓગસ્ટના બહેનો માટે સવારે ૮ કલાકે સાઇકલ રેલી યોજાશે. સાયકલ રેલીનો રૂટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષથી રાજકોટ હાઇવે-સાવરકુંડલા બાયપાસ થઇને લાઠી રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ચિતલ રોડ અમરેલી સુધીનો રહેશે. રસ ધરાવતા ખેલાડીઓને અમરેલી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના ફોન નં. ૦૨૭૯૨-૨૨૧૯૬૧ પર ૧૭ ઓગસ્ટ સાંજના ૦૬:૩૦ વાગ્યા સુધીમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખેલાડીઓએ પોતાની સાઇકલ,આધારકાર્ડની નકલ અને ૧ પાસપોર્ટ સાઈઝનો ફોટો સાથે લાવવાનો રહેશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોવીડ-૧૯ ની સરકારશ્રીની વખતો-વખતની ગાઈડલાઈનનું સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/