fbpx
અમરેલી

કેન્દ્રની ભાજપ સરકાર દ્રારા સમગ્ર ભારત દેશમાં ૧પ વર્ષ જુના વાહનો વ્હીકલ સ્ક્રેપ પોલીસી અંતર્ગત જપ્ત કરી ઉદ્યોગપતિઓના ખીચ્ચા ભરવાનું ષડયંત્ર : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી

તાજેતર માં જ કેન્દ્રની મોદી સરકાર દ્રારા વ્હીકલ સ્કેપ પોલીસી જાહેર કરવામાં આવી જે અંતર્ગત સમગ્ર ભારત દેશમાં ૧પ વર્ષ કે તેથી વધુ વષ૬/ગ્:ત્સ જુના વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ૧પ વર્ષ જુના વાહનના માલિકે આવા વાહનો સ્કેપમાં જવા દેવા અને જો સ્વૈચ્છિક રીતે સ્કેપમાં નહી આપે તો સરકાર દ્રારા આવા વાહનો જપ્ત કરી લેવામાં આવશે. સમગ્ર ભારત દેશમાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર, તથા હેવી વાહનો ૧પવર્ષ જુના કરોડોની સંખ્યા માં હશે,

સરકારની આવી પોલીસીથી ગામડાનો ગરીબવર્ગ, ખેડુતવર્ગ તથા મધ્યમવર્ગ , સોૈથીમોટી નુકશાની વેઠવી પડશે. ગામડાના ગરીબ અને મધ્યમવર્ગ ને ઘણી મહેનત અને સંઘર્ષ કર્યા પછી માંડ–માંડ જુનુ વાહન લેવાની સગવડ થઈ હોય તો નવું વાહન લેવાની વાત તો દુર રહી , ગામડાનો ગરીબ માણસ દીન પ્રતિદીન ગરીબ બનતો જાય છે અને ગરીબ તથા મધ્યમવર્ગ મોઘવારીના ડામ થી દાઝી રહયો છે ત્યારે આ નવી વ્હીકલ સ્ક્રેપ પોલીસીથી દેશની જનતા મહા મુશીબતમાં મુકાય જશે, દેશના ખેડુતો પાસે ૧પ વર્ષ કરતા પણ વધુ જુના ટ્રેકટરો હોય છે, અત્યારે ખેડુતોની હાલત ખુબ જ કફોડી બની ગઈ છે, દીન પ્રતિદીન ખેડુત દેવાના બોજતળે ડુબતો જાય છે, તો આમાં ખેડુતે નવું ટ્રેકટર લેવું કેમ? કેન્દ્રની આ ભાજપ સરકાર પોતાના મુઠીભર ઉદ્યોગપતિ મિત્રોના ખીચ્ચા ભરવા માટે દેશની જનતાના ખીચ્ચા ખાલી કરવાનું કામ કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/