fbpx
અમરેલી

આધુનિક પ્રગતિશીલ નિર્ણયો કરનાર સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિતે પ્રાર્થના સભા યોજાઇ

    ર૦ ઓગસ્ટ, ર૦ર૧ ને શુક્રવારના રોજ લોકલાડીલા નેતા સ્વ. શ્રી રાજીવ ગાંધીની ૭૭ મી જન્મજયંતિ છે. યુવાનો, વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન તેમજ પંચાયતી રાજ સંસ્થાઓના સુર્દઢીકરણ માટેની સ્વ. રાજીવ ગાંધીની કલ્પના અદ્વિતીય હતી. વિશેષત: ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ટેલીકોમ્યુનિકેશન સહિત ટેકનોલોજી આધારીત ઉદ્યોગોને પ્રોત્સાહીત કરવા માટેના તેમના આધુનીક પ્રગતિશીલ નર્ણયિોથી દેશના લાભો યુવાનોની જિંદગીની કાયાપલટ સ્વ. રાજીવ ગાંધીએ કરી છે. ત્યારે આજરોજ સ્વ. રાજીવ ગાંધીને સ્મણાંજલીરૂપે આ દિવસને યાદગાર બનાવવા સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરી, જિલ્લા, તાલુકા તથા શહેરના પ્રમુખો, પક્ષના આગેવાનો, હોદેદારોશ્રીઓ, ફ્રન્ટલ સેલ, ડીપાર્ટમેન્ટના પદાધિકારીઓની સક્રિય સહભાગીતા સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રાર્થનાસભા એવમ પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો હતો. 

    આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખશ્રી ડી.કે. રૈયાણી, મહામંત્રીશ્રી જનકભાઇ પંડયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી મનીષભાઇ ભંડેરી, શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી સંદીપભાઈ પંડયા, પ્રદેશ મહામંત્રી શ્રીમતી હંસાબેન જોષી, શ્રી વસરા સાહેબ, વસંતભાઇ કાબરીયા, મહેશભાઇ સોમૈયા, સમીરભાઇ કુરેશી, જમીલાબેન મેતર, ચંદુભાઇ બારૈયા, રમેશભાઇ ગોહિલ, રમેશભાઇ મેર, જગદીશભાઇ પાનસુરીયા, મોનીલ ગોંડલીયા, દેવરાજભાઇ બાબરીયા, હિતેષભાઇ માંજરીયા, પરવેઝભાઇ ચૌહાણ, રફીકભાઇ મોગલ, રમેશભાઇ ખીમસુરીયા, વિગેરે સ્વ. રાજીવજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન તાલુકા કોંગ્રેસ મહામંત્રી વિપુુલભાઈ પોંકીયાએ કર્યુ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/