fbpx
અમરેલી

અમરેલીનાં વિદ્યાસભા સ્‍કૂલમાં રક્ષાબંધન તહેવારની ઉત્‍સાહપૂર્વક ઉજવણી

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળા તથા શ્રીમતિ ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક ગુજરાતી તેમજ અંગ્રેજી માઘ્‍યમનાં સંયુકત ઉપક્રમે આજે રક્ષાબંધન તહેવારના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 9 થી 1રના હોસ્‍ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને સંસ્‍થાની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. જેનાથી આપણી પારિવારિક લાગણી જળવાઈ રહે. હોસ્‍ટેલમાં રહેનારા બાળકોપોતાના ઘરે ન જઈ શકે તેને ઘર જેવી લાગણી મળે એ હેતુથી સંસ્‍થામાં રક્ષાબંધન કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં સંસ્‍થાના કેમ્‍પસ ડાયરેકટર પટેલ ઉપસ્‍થિત રહયા હતા. તેમણે બધા બાળકોને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી.

ભારતીય સંસ્‍કૃતિમાં ભાઈ-બહેનના નિઃસ્‍વાર્થ પ્રેમના પ્રતીક તરીકે આ ઉત્‍સવ ભારતમાં ખૂબ જ હર્ષોલ્‍લાસથી ઉજવાય છે. વિદ્યાસભા પરિવાર અવારનવાર આવા ઉત્‍સવો યોજીને બાળકોમાં સુસંસ્‍કારોનું સિંચન કરવા હંમેશા પ્રયત્‍નશીલ રહે છે. સર્વે સ્‍ટાફગણે આ ઉત્‍સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/