fbpx
અમરેલી

અમરેલી જીલ્લા ના જાફરાબાદ યુનિટ ના હોમગાર્ડ જવાન નું અવસાન થતાં એક લાખ પંચાવન હજાર નો ચેક અર્પણ કરાયો.- પૂર્વ સંસદીય સચિવ અને જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ઉપસ્થિત રહ્યા

.
કમાન્ડન્ટ જનરલશ્રી ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ (ગુજરાત રાજ્ય હોમ ગાર્ડ કલ્યાણ નિધિ ) દ્વારા અમરેલી જીલ્લાના જાફરાબાદ યુનિટ ના જવાન ના અવસાન વેળાએ વારસદાર ને રૂપિયા ૧,૫૫,૦૦૦/- નો ચેક અર્પણ કરાયો.


હોમગાર્ડઝ સભ્યો પોલીસની મદદ માં કાયદો વ્યવસ્થા તેમજ ધાર્મિક અને વી.વી.આઈ.પી. બંદોબસ્ત તેમજ ચૂટંણી જેવી અગત્ય ની ફરજો ઉપરાંત કુદરતી અને માનવ સર્જિત આપત્તિ વેળાએ ખભે ખભા મેળવી નિષ્કામ સેવા કરી રહ્યા છે. 


અમરેલી જીલ્લાના જાફરાબાદ યુનિટના હોમગાર્ડ જવાન દિનેશ જે. શિયાળ નું દુઃખદ અવસાન થતાં તેઓના વારસદાર (પત્નિ) ગં.સ્વ. ગીતાબેન દિનેશભાઈ શિયાળ ને મૃત્યુ સહાય ₹.૧,૫૦,૦૦૦/- અને મરણોત્તર સહાય ₹.૫,૦૦૦ કુલ મળીને ₹.૧,૫૫,૦૦૦/-  ગુજરાત સરકારના (પૂર્વ) સંસદીય સચિવશ્રી હીરાભાઈ સોલંકી ના વરદ હસ્તે શ્રીઅશોક જોષી જીલ્લા કમાન્ડન્ટશ્રી અમરેલી ના ઓની હાજરીમા ચેક અર્પણ કરાયો હતો આ તકે શ્રી અજયસિંહ ગોહિલ ઇન્ચાર્જ ઓફિસર હોમગાર્ડ યુનિટ રાજુલા તથા શરદ સાપરિયાં ઇન્ચાર્જ ઓફિસર હોમગાર્ડ યુનિટ લીલીયા અને શ્રી મનીષ મહેતા ઑફિસર ઇન્ચાર્જ હોમગાર્ડ ટીંબી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદ બારૈયા ઑફિસર કમાંન્ડીગ જાફરાબાદ હોમગાર્ડ યુનિટ ના જવાનો હાજર રહેેેેલ તેમ શ્રીઅમીતગીરી ગોસ્વામી સેક્શન લીડર હોમગાર્ડ ની યાદી જણાવે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/