fbpx
અમરેલી

અમરેલીથી દિલ્હી સુધી ભાજપની સરકાર છતાં વર્ષો જૂના પ્રશ્‍નોનું નિરાકરણ આવતું નથી, સાંસદે જિલ્‍લાનાં રેલ્‍વેને લગતા અનેક પ્રશ્‍નો અંગે રજૂઆત કરી

અમરેલી સંસદીય વિસ્‍તારના રેલ્‍વે સંબંધિત વિવિધ લોકલ પડતર પ્રશ્‍નોના નિરાકરણ માટે સાંસદ નારણભાઈ કાછડીયાએ તેમના સાંસદ કાયાલય ખાતે રેલ્‍વે વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજેલ હતી. આ બેઠકમાં મચો મનોજ ગોયલ, કચ્‍ મભદ હઃ સી.એસ.હંસેલીયા, કચ્‍ મભદ .ચહી દેવેન્‍દ્ર બોરસા અને કચ્‍ મહો માશુક અહેમદ સહીતના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા. સાંસદે બેઠકમાં નીચે મુજબના વિવિધ પડતર પ્રશ્‍નોના તાત્‍કાલીક નિરાકરણ માટે રેલ્‍વે અધિકારીઓને જરૂરી સૂચનાઓ પ્રદાન કરેલ હતી અને ડી.આર.એમ.એ પણ લોક હીતાથે પ્રશ્‍નોબાબતે હકારાત્‍મક વલણ દાખવી ત્‍વરીત કાયવાહી કરવા બાહેંધરી આપેલ હતી.

સાંસદ તરફથી અઠવાડીયામાં પાંચ દિવસ ચાલતી મહુવા-સુરત સુપરફાસ્‍ટ ટ્રેનને લીલીયા મોટા અને દામનગર ખાતે સ્‍ટોપ આપવા બાબતે કરવામાં આવેલ રજૂઆત અન્‍વયે ડીઆરએમએ જણાવેલ હતુ કે, આ બંને સ્‍ટેશનો ઉપર સ્‍ટોપ માટે ભાવનગર ડીવીઝન તરફથી સત્‍વરે રેલ્‍વે બોડને હકારાત્‍મક દરખાસ્‍ત કરવામાં આવશે.

સાંસદ તરફથી ઢસા- જેતલસર લાઈનના ગેજકન્‍વજનની કામગીરીની ટાઈમ લીમીટ પૂર્ણ થયાને એક વર્ષથી પણ વધુ સમય થયેલ હોઈ, ઢસાથી લુણીધાર અને લુણીધારથી જેતલસર લાઈનના કામો કયારે પૂર્ણ થશે તે બાબતે પ્રશ્‍ન કરતા ડીઆરએમએ જણાવેલ હતુ કે, આ બંને કામો કોવિડના લીધે વિલંબમાં પડેલ હતા આગામી માર્ચ-ર0રર પહેલા આ બંને વિભાગના કામો પૂર્ણ થઈ જશે અને લોકોને બ્રોડગેજની સેવાનો લાભ પ્રદાન થશે

લોકડાઉનમાં બંધ કરાયેલ ધોળા-મહુવા (ટ્રેન નં. પ9ર3પ/ પ9ર36) લોકલ ટ્રેનને પુનઃ જૂના ટાઈમ ટેબલ પ્રમાણે ચલાવવા બાબતે સાંસદ તરફથી કરવામાં આવેલ રજૂઆતના અનુસંધાને ડીઆરએમએ હકારાત્‍મક વલણ દાખવી આ ટ્રેનને જૂના ટાઈમ ટેબલ મુજબ જ સંચાલન થાય તે માટે રેલ્‍વે બોડને પુનઃ દરખાસ્‍ત કરવામાં આવશે તેમ જણાવેલ હતુ.

ગીરીયા-બક્ષીપુર-નાના માચીયાળા મહીપરીએજયોજનાની પાઈપ લાઈનનું ગીરીયા-ઈશ્‍વરીયા વચ્‍ચે રેલ્‍વે ક્રોસીંગ આપવા બાબતે સાંસદ તરફથી કરવામાં આવેલ રજૂઆતના ફળસ્‍વરૂપે આગામી અઠવાડીયામાં આ કામ ચાલુ થઈ જશે.

ચિતલથી મોણપુર વચ્‍ચે રેલ્‍વે વિભાગ તરફથી બનાવવામાં આવેલ બ્રીજ નીચેનો રસ્‍તો ખૂબ જ ખરાબ હોવાને લીધે વાહન ચાલકોને ખુબ જ મુશ્‍કેલીઓ પડી રહી હોવા બાબતે સાંસદ તરફથી કરવામાં આવેલ પ્રશ્‍ન અન્‍વયે ડીઆરએમએ જણાવેલ હતુ કે, સદર બ્રીજ વોટર વે હોઈ, રાહદારીઓ કે ખેડૂતો માટે આવન જાવનનો રસ્‍તો નથી પરંતુ માનવતાના ધોરણે રેલ્‍વેના સીવીલ વિભાગ પાસે પુનઃ સ્‍થળ વિઝીટ કરાવી લોકોને અગવડતા ન પડે તે માટેની વ્‍યવસ્‍થા કરવામાં આવશે.

સાવરકુંડલા શહેરના ફાટક નં. 61, 6ર અને 64  તથા અમરેલી શહેરના ફાટક નં. રર, ર3 અને ર4 ની પહોળાઈ વધારવા બાબતે સાંસદશ્રીના પ્રશ્‍ન અન્‍વયે ડીઆરએમએ જણાવેલ હતુ કે, આ ફાટક નં. 61, 6ર અને 64 માટે નગરપાલીકા-સાવરકુંડલા તરફથી તા. 7/પ/ર0ર1ના રોજ પ્રતિ ફાટક રૂા. ર,000/- લેખે કુલ રૂા. 6,000/- પ્રોસેસીંગ ફી ભરપાઈ કરી આપવામાં આવેલ છે. હવે એસ્‍ટીમેન્‍ટ થી લઈ આગળની કાયવાહી ચાલુ છે અને અમરેલી શહેરના ફાટકોની પહોળાઈ વધારવાની કામગીરી માટે નગરપાલીકા-અમરેલી સાથે સંકલન કરી આગળની કાયવાહી કરવામાંઆવશે

રાજુલા-કડીયાળી, ઉચૈયા-ભચાદર, મોટા રીંગણીયાળા- ડોળીયા અને રાજુલા-ભેરાઈ વચ્‍ચે આવેલ ગરનાળામાં ચોમાસા દરમ્‍યાન પાણી ભરાવાના લીધે લોકો અને ખેડૂતોને પડતી મુશ્‍કેલીઓ અંગે સાંસદ તરફથી રજૂઆત કરતા ડીઆરએમએ જણાવેલ હતુ કે, આ બધા ગરનાળાની સ્‍થળ તપાસ કરી આગામી ચોમાસા પહેલા પાણીના નીકાલ માટે ગટરની વ્‍યવસ્‍થા કરવામાં આવશે.

અમરેલી શહેર અને સાવરકુંડલા શહેરમાંથી પસાર થતા નવા બાયપાસ ઉપર આવેલ રેલ્‍વે ક્રોસીંગ પર આર.ઓ.બી. બનાવવા માટે રેલ્‍વે વિભાગ તરફથી કરવામાં આવેલ કાગીરી અંગે સાંસદે પ્રશ્‍ન પુછતા ડીઆરએમએ જણાવેલ હતુ કે, આ બંને બાયપાસ ઉપર આર.ઓ.બી. બનાવવા માટે રેલ્‍વે વિભાગ તરફથી માગ અને મકાન વિભાગ સ્‍ટેટને જરૂરી પત્રવ્‍યવહાર કરવામાં આવેલ હતા પરંતુ હાલ આ બંને રોડ નેશનલ હાઈવે ઓથોરીટીને સોંપાઈ ગયેલ છે. જે બાબતે સાંસદે આગામી અઠવાડીયામાં તેમના અઘ્‍યક્ષ સ્‍થાને રેલ્‍વે વિભાગ, નેશનલ હાઈવે અને સ્‍ટેટ આર એન્‍ડ બી ની સંયુકત બેઠક બોલાવવા જરૂરી સૂચનાઓ આપેલ હતી.

સાંસદે સાવરકુંડલા તાલુકાના ઘાંડલા થી વણોટ વચ્‍ચે આવેલ ફાટક નં. 96 ઉપર આર.યુ.બી. બનતા ડાબી બાજુ ખેડૂતોનો વષો જૂનો માગ બંધ થઈ ગયેલ હોવાની રજૂઆત કરતા ડીઆરએમએ જણાવેલ હતુ કે, આ ફાટકનીસ્‍થળ વિઝીટ કરવામાં આવેલ હોઈ, ખેડૂતોનો માગ રેલ્‍વે વિભાગની હદ બહાર હોઈ ડી.આઈ.એલ.આર. દ્વારા માપણી થયે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ઉપરાંત સાંસદે આ બેઠકમાં રેલ્‍વે વિભાગ તરફથી જયા જયા આર.યુ.બી. બનેલ છે ત્‍યાં પાણીના નીકાલ માટેની વ્‍યવસ્‍થા કરવા, મહુવા-ભાવનગર લોકલ ટ્રેનને બાઢડા ખાતે સ્‍ટોપ પ્રદાન કરવા, અમરેલી-વેરાવળ અને અમરેલી- જૂનાગઢ ટ્રેનના સમયમાં ફેરફાર કરવા, અમરેલી જિલ્‍લાના તામામ રેલ્‍વે સ્‍ટેશનો ઉપર લાઈટ, પાણી, બેસવાની વ્‍યવસ્‍થાથી લઈ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવા રેલ્‍વે વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/