fbpx
અમરેલી

અમરેલી ખાતે અવતાર કિલનિક અને લાયન્‍સ કલબ દ્વારા કેમ્‍પ યોજાયો

અમરેલી ખાતેજમ્‍નથી લઈને 6 વર્ષ સુધીના બાળકોને કાનની તપાસ માટે ભભઅવતાર સ્‍પીચ અને હીયરીંગ કિલનિક – અમરેલીભભ ખાતે લાયન્‍સ કલબના સહયોગથી કેમ્‍પનું આયોજન થયેલ. જેનો હેતુ વ્‍હેલાસર બાળકમાં બહેરાશની ઓળખ કરવી અને જો બહેરાશની ખામી જણાય તો તેની વ્‍હેલાસર સારવાર કરવી (જેમ કે કાનનું સાંભળવાનું આધુનિક મશીન અથવા કોકલીયર ઈમ્‍પ્‍લાન્‍ટ વિશે માર્ગદર્શન આપવું) હતો. આ કેમ્‍પમાં અમરેલીના નિષ્‍ણાંત ઓડિયોલોજીસ્‍ટ હરેશ બી. સેતા (પટેલ)એ સેવા આપેલ. આ પ્રસંગે ડો. પી.પી. પંચાલ, ડો. કૃતીકા શાહ, ડો. નીખીલ વાળા ઉપસ્‍થિત રહેલ તેમજ લાયન્‍સ કલબના વસંતભાઈ મોવલીયા, ડીજેબીએસ ફાઉન્‍ડેશનના કેવલભાઈ તેમજ હાર્દિકભાઈ ભુવા અને તેમની ટીમ ઉપસ્‍થિત રહેલ. અવતાર કિલનિક પર જન્‍મથી લઈને મોટી ઉંમરના કોઈપણ દર્દીને જેમને સાંભળવાની તકલીફ (બહેરાશ) છે તેમને હવે તપાસ માટેની અદ્યતન સુવિધા અમરેલીમાં જ મળી રહેશે. તેમજ કાનમાં સાંભળવાના આધુનિક મશીનની સુવિધા પણ કાયમ માટે અહીં મળી રહેશે એમ ઓડિયોલોજીસ્‍ટ હરેશ બી. સેતાએ (મો. 7ર6પ0 63363)એ જણાવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/