fbpx
અમરેલી

અમરેલીમાં ફાયર સેફટીની સુવિધા ઉભી ન કરનાર ર શાળાઓનાં નળ કનેકશન કાપી નખાયા

અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં ફાયર એન.ઓ.સી. લેવાપાત્ર સ્‍કૂલ, કોલેજો, હોસ્‍પિટલો, રેસ્‍ટોરન્‍ટ, વાડીઓ, પેટ્રોલપંપ ધારકોને જાહેર નોટિસ બાદ મૌખિક તેમજ સ્‍થળપ્રત નોટિસો આપવા છતાં પણ સરકારની ગાઈડલાઈન મુજબ ફાયર એન.ઓ.સી. નહીં લેનારાઓ સામે આજથી કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. આજે બે સ્‍કૂલોના નળ કનેકશન કાપી આગામી દિવસોમાં વીજળી કનેકશન કાપવાની કાર્યવાહી હાથ ધરાશે.

પ્રાપ્‍ત વિગત મુજબ અમરેલી શહેરમાં જળ સલામતી અર્થે બિલ્‍ડીંગોમાં અગ્નિશામક ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ લગાડી સરકારની ગાઈડલાઈન મુજબ સંબંધિત કચેરીમાંથી મિલ્‍કત ધારકોએ ફાયર એન.ઓ.સી. મેળવવાનું હોય છે. ફાયર એન.ઓ.સી. મેળવવા અમરેલી નગરપાલિકા દ્વારા સંબંધિતોને નોટિસ આપેલ હતી. તેમજ નોટિસ પણ પ્રસિઘ્‍ધ કરવામાં આવેલ હતી. તેમ છતાં પણ સરકારની ગાઈડ લાઈન અને સૂચનાનો ઉલાળીયો કરનારા સામે કડક હાથે કાર્યવાહી કરવા પાલિકા કમિશ્‍નર દ્વારા ચીફ ઓફિસરને તાકીદ કરવામાં આવેલહતી. જે અંગે ઈન્‍ચાર્જ ચીફ ઓફિસર ડી.એમ. પંડયા દ્વારા આજે ટાઉન પ્‍લાનિંગ અધિકારી બંસીકુમાર રાડીયા, અશોક ઓતરાદી, ચિરાગ ગજેરા, કિશોર પટેલ, હારૂન બિલખીયા, આર.બી. વાઘેલા સહિતની ટીમે ફાયર એન.ઓ.સી. નહીં લેનાર વસંતબેન વ્‍યાસ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને પાઠક સ્‍કૂલમાં નળ જોડાણ કાપી નાખવામાં આવેલ હતા. આવતીકાલે અન્‍ય સ્‍કૂલો, દવાખાના ધારકો સામે નળ કનેકશન, ગટર જોડાણ તેમજ લાઈટ કનેકશન કાપવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જાન-માલની પરવા નહીં કરનારા અને ફાયર એન.ઓ.સી. નહીં લેનારા સામે આગામી દિવસોમાં કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/