fbpx
અમરેલી

અમરેલીનાં પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્‍માન થયું

અમરેલીમાં છેલ્‍લા બે-ત્રણ વર્ષથી એસપી તરીકેનિર્લિપ્‍ત રાયની નિમણૂંક થયેલ છે ત્‍યારથી અત્‍યાર સુધી જિલ્‍લાનાં નાના-ગરીબ અને વેપારી ભાઈઓ તેમજ સરકારી કર્મચારીઓ, જિલ્‍લા ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય માણસોને રાહતની લાગણી થઈ છે કેમે કે તેઓ અમરેલી એસપીનો ચાર્જ સંભાળતાની સાથે જ ગુંડા-આવારા- લુખ્‍ખા માણસોને પકડીને તેમની શાન ઠેકાણે લાવી છે. ત્‍યારે તાજેતરમાં પવિત્ર શ્રાવણ માસમાં સ્‍વયંભુ નાગનાથ મંદિરમાં હજારો ભકતો દર્શનાર્થે આવે છે. ત્‍યારે નાગનાથ મંદિરમાં ખાસ આરતીનાં સમયે આવારા માણસો ઘ્‍વારા નવા બુટ-ચંપલની ચોરી કરતા હતા ત્‍યારે ઘણા લોકો નિશાસા ખાઈને પનોતી ગઈ તેમ માનીને ઉઘાડા પગે ઘરે જતાં ત્‍યારે અરવિંદભાઈ પી. જાની (જાનીદાદા) નિવૃત્ત આચાર્ય અમરપુર (વરૂડી) પ્રાથમિક શાળા છેલ્‍લા 44 વર્ષથી બન્‍ને ટાઈમ નાગનાથ દાદાના દર્શનાર્થે આવે છે.

ત્‍યારે તેમણે અમરેલીનાં એસપીને એક નાની એવી અરજી કરેલ અને ટપાલમાં આપેલ ત્‍યારે એસપી નિર્લિપ્‍ત રાયે અંગત રસ લઈને સીટી પીઆઈ ચૌધરીને સુચના આપીને ચોરને પકડવાની કાર્યવાહી કરવા જણાવેલ. ત્‍યારે સીટી પીઆઈ ચૌધરીએ નાગનાથ પોલીસ ચોકીને સુચના આપી અને માર્ગદર્શન આપીને ગણતરીનાં દિવસોમા બુટ-ચંપલ ચોરને પકડી પાડેલ છે. ત્‍યારે એસપી નિર્લિપ્‍ત રાયે કોઈની ભલામણ કે રાજકીય વગ વગર નાની ચોરીને મોટીસમજીને ચોરને પકડી પાડેલ છે. ત્‍યારે અમરેલીનાં નાગનાથ મહાદેવ મંદિરના હજારો શિવભકતોનાં આશીર્વાદ મેળવેલ છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અવારનવાર જણાવે છે કે, આપણા દેશનાં મિલ્‍ટીંના જવાનો, આપણા દેશની સરહદ પર જાગે છે ત્‍યારે આપણે શાંતિથી સુઈ જઈએ છીએ તેમજ અમરેલીના નાની વયનાં બાહોશ એસપી નિર્લિપ્‍ત રાયે જયારથી ચાર્જ સંભાળેલ છે ત્‍યારથી અમરેલી જિલ્‍લાનાં લોકો રાહતની લાગણી અનુભવી રહૃાાં છે. ત્‍યારે અમરેલી જિલલા સમસ્‍ત બ્રહ્મસમાજનાં પ્રમુખ તનસુખભાઈ ઠાકર તથા અરવિંદભાઈ પી. જાની (જાનીદાદા)એ એસપી નિર્લિપ્‍ત રાય રાયની ઓફીસે જઈને સ્‍વયંભુ નાગનાથ દાદાનો ફોટો, સાલ તેમજ પુષ્‍પગુચ્‍છથી સન્‍માનીત કરેલ છે અને અભિનંદન આપેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/