fbpx
અમરેલી

ડીઆરડીએ દ્વારા ગ્રામીણ બહેનોને સ્વરોજગારીના હેતુસર સીવણકામની તાલીમ અપાઈ

અમરેલી એસબીઆઈ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે અમરેલી જિલ્લાની ગ્રામીણ બહેનોને સ્વરોજગારીના હેતુસર સીવણ કામ અંગે તાલીમ આપવામાં આવી હતી.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવએ ઉપસ્થિત તમામ બહેનોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓની વિસ્તૃતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આવા તાલીમ કાર્યક્રમો ખરા અર્થમાં મહિલા સશક્તિકરણને ચરિતાર્થ કરે છે. વધુમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઉપસ્થિત સૌ મહાનુભાવોએ તાલીમ આપવામાં આવેલ ગ્રામિણ બહેનોને સર્ટીફીકેટનું વિતરણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી સક્સેના, ડીસ્ટ્રીકટ બેન્ક મેનેજરશ્રી, સ્ટાફમિત્રો તેમજ તાલીમાર્થી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/