fbpx
અમરેલી

અમરેલીના ટીંબલા ગામમાંથી 251 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર LCBએ ઝડપી પાડી, બુટલેગર ફરાર

અમરેલી અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ આગામી તહેવારો અનુસંધાને ભારતીય બનાવટના વિદેશી દારૂની ગેરકાયદેસર હેરફેર તથા વેચાણની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે અમરેલી એલ.સી.બીના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી ની રાહબરી નીચે અમરેલી એલ.સી.બી ટીમે અમરેલી તાલુકાના ટીંબલા ગામે હેરફેર કરવાના ઇરાદે ફોરવ્‍હીલ કારમાં ભરેલ ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો સગેવગે થાય તે પહેલા જ પકડી પાડેલ છે.

આજ રોજ તા.૨૦/૧૦/૨૦૨૧ ના વહેલી સવારના એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે, અમરેલી તાલુકા ટીંબલા ગામના રહીશ અજય કસુભાઇ વાળાએ ટીંબલા ગામે, ભોળાનાથના મંદિર પાસે, પોતાના ભોગવટા-હવાલા વાળી મરૂન કલરની ફોરવ્હિલ કાર, જેના રજી.નં-GJ-06-DG-2112 છે, તેમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે, તેવી ચોક્કસ બાતમી મળતાં, બાતમી વાળી જગ્યાએ તાત્‍કાલીક રેઇડ કરતાં, કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ. કાર માલિક હાજર નહીં મળી આવતાં, ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા અંગે કાયદેસર કાર્યવાહી કરી, પકડાયેલ મુદ્દામાલ અમરેલી તાલુકા પો.સ્‍ટે.માં સોંપી આપેલ છે અને આરોપીને શોધી કાઢવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

આરોપીનું નામઃ-
અજય કસુભાઇ વાળા, રહે.ટીંબલા, તા.જિ.અમરેલી.

પકડાયેલ મુદામાલ-
ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની અલગ-અલગ બ્રાન્‍ડની બોટલ નંગ-૨૫૧, કિં.રૂ.૫૨,૨૬૦/- તથા ફીયાટ LINEA ફોરવ્હિલ કાર-૦૧, રજી.નં-GJ-06-DG-2112, કિં.રૂા.૧,૫૦,૦૦૦/- મળી, કુલ કિં.રૂ.૨,૦૨,૨૬૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/