fbpx
અમરેલી

બાબરામાં પ્રશાસનની ઢીલી નીતિના કારણે અનેક પરિવારો પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભથી વંચિત : એક વૃદ્ધ પણ જોઈ રહ્યા છે ઘરના ઘરની રાહ


સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ અંતર્ગત લોકોને પાક્કા ઘરનું ઘરના સપનાઓ દેખાડવામાં આવી રહ્યા છે આ સપનાઓ સાકાર કરવા લોકો દોડા-દોડી કરી કાગળો તૈયાર કરે છે પરંતુ અંતે હાથમાં માત્ર કાગળ જ રહે છે લોકોને કચેરીઓના ધક્કા ખાવાના જ રહે છે.અમરેલી જિલ્લાના બાબરામાં પણ અનેક લોકોના પોતાના ઘરનું સપનું માત્ર સ્વપ્નમાં જ રહશે તેવા સવાલો ઉઠી રહ્યા છે        બાબરામાં રહેતા 60 વર્ષીય વૃદ્ધ માનસિંગભાઈ ખડેવાલ મજૂરી કામ કરી વૃદ્ધતાની હાલતમાં પણ એકલા રહી પોતાનું જીવન ગુજારી રહ્યા છે.તેઓએ પોતાના જીવનમાં કડીયાકામની હાથ મજૂરી કામ કરી અત્યાર સુધીમાં પોતાની જમીન પર માત્ર એક ઝૂંપડું જ બાંધી શક્યા છે.અને હવે તે ઝૂંપડું પણ ખંડેર બની ચૂક્યું છે.મકાનની છત પર નળીયા રહ્યા નથી તો કાંટમાલ પણ ખભલો ચુક્યો છે.એક નાની એવી ઓરડીમાં  ઘરનો સામાન…રહેવું,જમવું સુવું સહિતની તમામ ક્રિયાઓ આ ઝુંપડી માજ….હવે આ ઝૂંપડું જર્જરિત થયું છે….ચોમાસુ પણ અધ્ધર જીવે અને મોતની બીક વચ્ચે કાઢ્યું….આ ઝૂંપડામાં રહેવું અને ધરાશાય થાય એટલે મોતને સામે ચાલીને ચાલવા જેવી સ્થિતિ છે ત્યારે અને તેમને પોતાના ઘરના પાકા મકાન જરૂરી છે……પોતે તો કામ કરી શકતા નથી અને આગળ-પાછળ પણ કોઈ છે નહીં…જેથી નોંધારા બનેલા વૃદ્ધ હવે લાચાર બન્યા છે……..આવી જ પરિસ્થિતિમાં તેઓને માહિતી મળી કે સરકાર દ્વારા સહાય મળે છે અને નગર પાલિકાની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન બનાવી આપવામાં આવે છે….પરંતુ આજે  2 વર્ષ જેવો સમય થયો પરંતુ હજુ તો કોઈ ઠેકાણા નથી……મકાન માટે યોગ્ય હોવાથી સરકાર દ્વારા આ વૃદ્ધને મકાન અંગે સહાય ફાળવવા માટે ઓર્ડર પણ આપવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી કોઇ અધિકારીઓ પણ ફરકયા નથી ત્યારે ક્યારે મકાન બનશે તેની રાહ જોઈ રહ્યા છે……..       તો આ વૃદ્ધે પણ પોતાના ઘરના પાક્કા મકાનનું સ્વપ્ન જોયું હતું પરંતુ કેટલીક સરકારી અધિકારીઓની અણઆવડત અને લાંબી પ્રોસેસને કારણે હજુ સુધી આ વૃદ્ધનું સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહ્યું છે…..આખો દિવસ રેડિયો સાંભળી પોતાનું જીવન જીવવાની જૂની રૂઢિ વાળા આ વૃદ્ધ દરરોજ પોતાના કાગળીયાઓ લઈને કચેરીઓના ધક્કાઓ ખાઈ રહ્યા છે…….અને આસપાસના પાડોશીઓ અને આગેવાનોને પણ પોતાની વાત કહે છે…..ઓછું સાંભળે છે પણ પોતાની વાત લોકોને કહી દે છે અને મકાન ક્યારે બનશે તેને લઈને નગર પાલિકાઓમાં ધક્કાઓ ખાઈ રહ્યા છે..ધક્કાઓ છતાં તેમની વાત કોઈ સાંભળતું નથી અને તેમનું મકાનનું સ્વપ્ન હજુ પણ કાગળો પર જ છે….તો અન્ય લોકોની પણ આવી જ હાલત છે લોકોએ અરજીઓ કરી હતી અને મકાન માટે લાયક હોવા છતાં તેમ છતા પણ મકાન મળ્યા નથી તેથી લોકો સરકારને અરજ કરી રહ્યા છે તો બાબરા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 153 જેટલા લોકો દ્વારા અરજીઓ કરવામાં આવી હતી……જેમાંથી સમસ્યાઓ અને ડોક્યુમેન્ટ ઘટતા હોવાથી અરજીઓ કેન્સલ અથવા તો પેન્ડિંગ રાખવામાં આવી છે તો બીજી બાજુ 30 થી 35 જેટલી અરજીઓ મંજુર કરવામાં આવી છે પરંતુ ઢીલી નીતિને કારણે હજુ સુધી કામ શરૂ થયું નથી……અને લોકો કામ ઝડપી શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે તો બીજી બાજુ આ પહેલા પાસ કરેલા લોકોના અડધા મકાનો બની ચુક્યા છે ગરીબ લોકોએ ઉછીના પાછીનાં કરીને મકાનો પણ તૈયાર કર્યા છે પરંતુ સરકાર દ્વારા નાણાના હપ્તા ફાળવવામાં આવ્યા નથી…..જેથી મુશ્કેલી ઉભી થઇ છે તો સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છેતો બીજું બાજુ બાબરા નગર પાલિકા પાસેથી મળતી માહિતી મુજબ બાબરા નગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઠપ્પ થઈ ચૂકેલ કામગીરીને લઈને રાજકોટની મકાનની કામગીરી કરતી કંપનીને જાણ કરવામાં આવી છે…..28 જેટલા ફોર્મ અગાઉ મંજુર થયેલા છે તેમજ 153 ફોર્મ પેન્ડિંગ છે તેને લઈને કાર્યવાહી ચાલુ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/