fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના ખેડૂતમિત્રોએ એગ્રો સર્વિસ પ્રોવાઇડર યોજના હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા જોગ

ખેતીવાડી ખાતાની એગ્રો સર્વિસ ઘટકમાં લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨૪ નવેમ્બર સુધી ઓનલાઇન અરજી માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે. યોજનાનો લાભ લેવા પ્રાઇમરી એગ્રીકલ્ચરલ કો-ઓપરેટીવ સોસાયટી (PACS)/ ફાર્મરગ્રુપ ફાર્મર પ્રોડ્યુસર કંપની સહકારી સંસ્થા સખી મંડળ સેલ્ફ હેલ્પ ગ્રુપ સ્ટાર્ટ અપ ધરાવનાર કૃષિ ડિપ્લોમાં કૃષિ સ્નાતક અનુસ્નાતક/બી.આર.એસ વગેરે એરો સર્વિસ પ્રોવાઇડર તરીકે કાર્ય કરવા લાભાર્થીઓ www.ikhedutgujarat.gov.in પર ઓનલાઇન અરજી કરીને અરજીની પ્રિન્ટ લઇ તેમાં પોતાની સહી કરી જરૂરી સાધનિક કાગળો જેવા કે અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર, ૮-અ ની નકલ, બેંક પાસબુકને નકલ અને રદ કરેલ ચેક, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહધરી પત્રક સાથે અરજીની નકલ ગ્રામસેવક અથવા તાલુકા ખેતીવાડી કચેરીને પહોંચાડવાની રહેશે. આ યોજનાની વધુ વિગત પોર્ટલ ઉપર જોઇ શકાશે અથવા વધુ જાણકારી મેળવવા નજીકના ગ્રામસેવક અથવા તાલુકા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો. અમરેલી જિલ્લાના વધુમાં વધુ ખેડુતો આ યોજનાનો લાભ લે તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબાર યાદીમાં જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/