fbpx
અમરેલી

આવતીકાલે ૧૪ નવેમ્બરથી અમરેલી જિલ્લામાં મતદારયાદી સુધારણા ઝુંબેશનો શુભારંભ

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧/૧૧/૨૦૨૧ થી ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ–૨૦૨૨ જાહેર કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જે નાગરીકના તા.૦૧/૦૧/૨૦૨૨ ના રોજ ૧૮ વર્ષ પુર્ણ થતા હોય, એટલે કે જે નાગરીક તા.૦૧/૦૧/૨૦૦૪ અથવા તે પહેલા જન્મ ધરાવતા હોય તે ફોર્મ નં.૬ ભરી મતદારયાદીમાં નામ નોંધાવી શકે છે. આ કાર્યક્રમમાં ખાસ ઝુંબેશના દિવસોએ સબંધીત બી.એલ.ઓ. જે તે વિસ્તારના મતદાન મથક ખાતે તા.૧૪/૧૧/૨૦૨૧ (રવિવાર), તા.૨૧/૧૧/૨૦૨૧ (રવિવાર), તા.૨૭/૧૧/૨૦૨૧ (શનિવાર) અને તા.૨૮/૧૧/૨૦૨૧ (રવિવાર) ના રોજ ઉપસ્થિત રહેશે. વધુમાં, નાગરીક ઓનલાઈન માધ્યમથી www.nvsp.in અથવા Voter Helpline Application (Android-ios) પણ ફોર્મ નં.૬ ભરી શકે છે. વધુ, સહાયતા માટે ભારતના ચૂંટણી પંચના ટોલ ફ્રી નં.૧૯૫૦ પર ફોન કરી વિનામૂલ્યે સહાયતા મેળવી શકશે. જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેકટરશ્રી, અમરેલી દ્વારા અમરેલી જિલ્લાના તમામ ૧૮ થી ૧૯ વય જૂથના યુવા મતદારો તથા જે મતદારોના નામ હજુ સુધી મતદારયાદીમાં નોંધાયેલા નથી તે તમામને મતદારયાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં. ૬ ભરવાનું રહે છે.

ઉલ્લેખનીય છે કે કોઈ મતદારનું અન્ય વિધાનસભા મતદાર વિભાગ સ્થળાંતર થવાના કારણે અથવા કોઈ દીકરીના લગ્ન થવાના કારણે અન્યત્ર સ્થળાંતરના કિસ્સામાં અથવા કોઈ મતદારનું મૃત્યુ થવાના કિસ્સામાં ફોર્મ નં.૭ ભરવાનું રહે છે. લગ્ન થવાના કિસ્સામાં કોઈ પણ કુટુંબીજન દીકરીના લગ્ન સબંધે લગ્ન નોંધણી પ્રમાણપત્ર તથા મરણના કિસ્સામાં મરણ પ્રમાણપત્રની નકલ ફોર્મ નં.૭ ની સાથે જોડવાની રહે છે. જિલ્લા ચૂંટણી અધિકારી–વ– કલેકટરશ્રી, અમરેલી દ્વારા જિલ્લામાં ક્ષતિરહીત મતદારયાદી તૈયાર થાય તે માટે સ્થળાંતર અથવા લગ્ન અથવા મૃત્યુના કિસ્સામાં ફોર્મ નં.૭ ભરવા તથા લોકશાહીને સુદ્રઢ બનાવવામાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપવા અનુરોધ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/