fbpx
અમરેલી

રોતે હુએ આતે હૈ સબ, હસતા હુઆ જો જાયેગા, વો મુકદ્‌ર કા સિકંદર, જાને મન કહેલાયેગા, નેસડીમાં 100 વર્ષનાં દાદાની વાજતે ગાજતે અંતિમયાત્રા યોજાઈ

સામાન્‍ય રીતે વડીલો તેમના આશીર્વાદલેનારને હંમેશા 100 વર્ષનાં થવાનાં આશીર્વાદ પાઠવતા હોય છે અને અમુક નસીબદાર વ્‍યકિત જ 100 વર્ષનું આયુષ્‍ય ભોગવતા હોય છે અને જે કોઈ 100 વર્ષનું આયુષ્‍ય ભોગવે તેમણે જીંદગીનો ભરપુર આનંદ લીધો એ સાબિત થતું હોય છે અને 100 વર્ષ બાદનું મૃત્‍યુ એ ભાગ્‍યશાળી માનવામાં આવે છે. કારણ કે 100 વર્ષનાં વ્‍યકિતને પાછળ કોઈ જવાબદારી રહેતી ન હોવાથી તેઓનો આત્‍મા ચોકકસ મોક્ષ મેળવતો હોય છે અને 100 વર્ષે આવતા મૃત્‍યુને અવસર જ માનવો જ જોઈએ. આ પ્રકારનાં મૃત્‍યુ બાદ શોકને બદલે આનંદ માણવાનો હોય છે અને આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે.

વિગત એવા પ્રકારની છે કે, સાવરકુંડલા તાલુકાનું નેસડી ગામ 100 વર્ષના વલ્‍લભબાપા રાજાભાઈ કથીરીયાનું અવસાન થતાં ર0થી વધુ પુત્ર-પૌત્રોનો પરિવાર ધરાવતા કથીરીયા પરિવારે પરિવારનાં મોભીનું અવસાન થતાં તેમની સ્‍મશાનયાત્રા બેન્‍ડ પાર્ટી સાથે અને ભજન સાથે આખા ગામમાં ફેરવી સ્‍વમશાને પહોંચ્‍યા હતા. કથીરીયા પરિવાર પોતાના બાપાએ તંદુરસ્‍ત રીતે સદી ફટકારી તેનું તેમને ગૌરવ છે. સામાન્‍ય રીતે પરિવારનાં મોભીના અવસાનમાં શોકમગ્ન વાતાવરણ હોય છે ત્‍યારે નેસડીના કથીરીયા પરિવારે મૃત્‍યુના અવસરને ગૌરવ અને આનંદમય માણી બેન્‍ડ પાર્ટી સાથે સ્‍મશાનયાત્રા કાઢી સમગ્ર પંથકને એકઅનોખુ ઉદાહરણ પુરૂ પાડયું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/