fbpx
અમરેલી

રાજુલાની ઈન્‍દ્રપ્રસ્‍થ સોસાયટીમાં ચોરી કરનાર ર મહિલા સહિત 3ની અટકાયત

રાજુલા ગામે ઈન્‍દ્રપ્રસ્‍થ સોસાયટીમાં રહેતા વિજયભાઈ જાદવભાઈ ટાંકના રહેણાંક મકાનમાં ગત તા.11 થી તા.1રના સમયગાળા દરમિયાન અજાણ્‍યા ઈસમોએ રોકડ રકમ રૂા. 1,પ0,000 તથા સોના-ચાંદીના દાગીના મળી રૂા. 1,93,પ00ના મુદામાલની ચોરી થયાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાતા આ અંગે જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયના માર્ગદર્શન નીચે અમરેલી એલ.સી.બી.એ તપાસ હાથ ધરી હતી.

એલ.સી.બી. પોલીસે રાજુલાના એન્‍ટ્રી તથા એકઝીટ પોઈન્‍ટ ઉપરના સીસીટીવી ફુટેજ તપાસતા એક કાર નં. એમ.એચ.સી. 8336 શંકાસ્‍પદ જણાય આવેલ હતી.

આ કારના નંબર ઉપરથી પોલીસ મહારાષ્‍ટ્રજઈ આરટીઓની મદદથી આ કારના માલીકની શોધખોળ આદરતા આ કાર એક ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સના નામે રજિસ્‍ટર થયેલ હોય, પરંતુ તે કંપની બંધ થઈ ગયાનું જણાઈ આવેલ.

આમ છતાં અમરેલી એલ.સી.બી. પોલીસે આ કારના માલિકને શોધી કાઢવા માટે થઈ ટેકનીકલ સોર્સ, ટોલનાકા તથા સ્‍થાનિક લોકોની પૂછપરછ બાદ આ કારના માલિક મહારાષ્‍ટ્ર ખાતે થાના ગામે રહેતા શાહીદ અબ્‍દુલવહાબ શેખ, તમન્‍ના ઉર્ફે નેહા મહમદ સૈયદ તથા મલિકા મહમદ સલીમ શેખ સહિત 3ને રોકડ રકમ રૂા. 47,700 તથા ચોરીના કામે ઉપયોગમાં લેવાયેલ કાર નં. એમ.એચ.સી. 8336 તથા મોબાઈલ-3 મળી કુલ રૂા. 1,પ8,ર00ના મુદામાલ સાથે અટકાયત કરી રાજુલા પોલીસને સોંપી આપતા રાજુલા પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરી દિવસ-7ના રિમાન્‍ડ મંજૂર કરાવી બાકીના મુદામાલ તથા મદદગારી કરનારા ઈસમો વિશે વધુ તપાસ હાથ ધરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/