fbpx
અમરેલી

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસો થી સાવરકુંડલા તાલુકાની ચરખડીયા ગ્રામ પંચાયત સમરસ જાહેર

અમરેલીનાં સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસો અને ગ્રામજનોના સહકાર થી ગ્રામ પંચાયત ચુંટણી-૨૦૨૧ અંતર્ગત સાવરકુંડલા તાલુકાના ચરખડીયા ગ્રામપંચાયતની સમગ્ર બોડી મહિલા સમરસ તરીકે જાહેર કરાઈ છે. સાંસદશ્રીના પ્રયાસો થી વર્ષ : ૧૯૮૦ થી એટલે કે ૪૦ વર્ષ થી ચરખડીયા ગામે પંચાયતની ચુંટણી યોજાઈ નથી. જ્યારથી સાંસદશ્રી ચરખડીયા ગામના સરપંચ તરીકે ચુંટાયા હતા ત્યાર બાદ થી ક્યારેય ગામે ચુંટણી યોજાઈ નથી. આ વર્ષે પણ સાંસદશ્રીના પ્રયાસો અને ગ્રામજનોના સહકાર થી યુવા મહિલા સરપંચ શ્રીમતી મોનિકાબેન હિરેનભાઈ કાછડીયા તથા ઉપસરપંચ શ્રીમતી ગજરાબેન મધુભાઈ લાલુની આગેવાનીમાં ચરખડીયા ગ્રામપંચાયતની સમગ્ર બોડી મહિલા સમરસ તરીકે જાહેર થઇ છે ત્યારે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સમસ્ત ગ્રામજનોનો આભાર માનેલ છે અને પંચાયતના બિનહરીફ થયેલ તમામ સભ્યોને અભિનંદન પાઠવેલ છે.
*સમરસ થયેલ ચરખડીયા ગ્રામ પંચાયતની સમગ્ર ટીમ* સરપંચ શ્રી મોનિકાબેન હિરેનભાઈ કાછડીયાઉપસરપંચ શ્રી ગજરાબેન મધુભાઈ લાલુ સભ્ય શ્રી રસીલાબેન ભગવાનભાઈ ગોંડલીયાસભ્ય શ્રી રેખાબેન દિવ્યાંગભાઈ માંજુસા  સભ્ય શ્રી સરલાબેન રમેશભાઈ ભદ્રેશ્વરા સભ્ય શ્રી વિમળાબેન નરેશભાઈ મારું સભ્ય શ્રી સંગીતાબેન અલ્પેશભાઈ સાંસલા સભ્ય શ્રી ભાવનાબેન અશોકભાઈ તળાવીયા સભ્ય શ્રી પ્રભાબેન જયસુખભાઈ પરસાણા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/