fbpx
અમરેલી

અમરેલીમાં આમ આદમી પાર્ટીએ પેપરલીક કૌભાંડની તપાસની માંગ કરી

ગુજરાતસરકારમાં ખાલી પડેલી વિવિધ જગ્‍યાઓ પર સરકાર ઘ્‍વારા સમયાંતરે પરીક્ષાઓ લઈને વિવિધ ભરતીઓ થાય છે. આ પરીક્ષાઓ સાથે ગુજરાતનાં આશરે 10થી 1પ લાખ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો જોડાયેલા છે ત્‍યારે આ પરીક્ષામાં પારદર્શકતા જળવાઈ એ ખૂબ જરૂર છે.

તાજેતરમાં તા. 1ર/1ર/ર1નાં રોજ લેવાયેલ હેડ કલાર્કની પરીક્ષામાં પણ અગાઉની પરીક્ષાની માફક પેપર લીક થયું હતું. હિંમતનગરનાં એક ફાર્મ હાઉસમાં 16 જેટલા વિદ્યાર્થીઓ અને ત્‍યાંથી સોશ્‍યલ મીડિયા ઘ્‍વારા ભાવનગર, વડોદરા, કચ્‍છ વગેરે સ્‍થળોએ પરીક્ષાના બે કલાક અગાઉ પેપર પહોંચ્‍યું હતું. પેપર લીક થવાની આ પરંપરાથી ગુજરાતનાં વિદ્યાર્થીઓ સાથે હળાહળ અન્‍યાય થઈ રહૃાો છે. હજારો રૂપિયા કલાસીસમાં ખર્ચીને અને પોતાનો અમૂલ્‍ય સમય બગાડીને પોતાનું ઉજવળ ભવિષ્‍ય માટે મથી રહેલા ગાંધીજી અને સરદારનાં ગુજરાતમાં વિદ્યાર્થીઓ પરીક્ષા વખતે એક જબ્‍બરો માનસિક આઘાત અનુભવે છે. આ એક પ્રકારની હિંસા જ કહી શકાય.

હિંમતનગરમાં બનેલી આ ઘટના અને આધારો સાથે રજૂઆત કરવામાં આવી છે ત્‍યારે દોષિતો સામે કાર્યવાહી થાય અને અન્‍ય લોકોને બોધપાઠ મળી રહે તેવી રીતે સરકાર ઘ્‍વારા આ લોકો સામે કાર્યવાહી થાય. દોષિતોને પરીક્ષામાંથી બાકાત કરવામાં આવે અને આ કૌભાંડ સાથે સંકળાયેલાદરેક લોકોની સામે યોગ્‍ય કાર્યવાહી થાય તેમજ ભવિષ્‍યમાં લેવાનારી તમામ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની ગોપનીયતા જળવાઈ તેવા પ્રકારે આયોજન થાય તેવું ગુજરાતનાં દરેક વિદ્યાર્થીઓ ઈચ્‍છી રહૃાા છે. તાજેતરની પેપર લીકની ઘટનાને જો ગંભીરતાથી નહીં લેવાય અને વિદ્યાર્થીઓને યોગ્‍ય ન્‍યાય નહી મળે તો આગામી સમયમાં વિદ્યાર્થીઓએ તૈયારી છોડી મેદાનમાં આવવાની ફરજ પડશે. જેની નોંધ લઈ આપ આ અંગે અમારી સમગ્ર ગુજરાતનાં વિદ્યાર્થીઓની વેદના સમજી હાલની સરકાર અને તંત્રને આ ઘટના પર અને ભવિષ્‍યની પરીક્ષાઓને લઈને યોગ્‍ય કાર્યવાહી કરાવવા વિનંતી કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/