fbpx
અમરેલી

અમરેલીની 17 વર્ષીય તબીબ પુત્રીનું કોરોનાનાં કારણે હાર્ટ ખરાબ થઈ ગયું’તું

કાતીલ કોરોના જે વ્‍યકિતને ભઅડીભ જાય તેના ફેફસાં સહિતના અંગો ખરાબ કરી નાખતો હોવાનું અનેક વખત પ્રતિપાદિત થઈ ચૂકયું છે. જો કે હૃદયને બદલાવવું જ પડે તે હદે ખરાબ કરી નાખતો હોવાનો કિસ્‍સો ગુજરાતમાં પહેલી વખત પ્રકાશમાં આવ્‍યો છે. અમરેલીના તબીબની 17 વર્ષીય પુત્રીને કોરોના થયા બાદ તેનું હૃદય બદલાવવું પડે તેવી સ્‍થિતિ નિર્માણ પામતા પરિવાર ચિંતિત બની ગયો હતો. જો કે સદભાગ્‍યે તેને નવસારીના 43 વર્ષીય બ્રેઈનડેડ મહિલાનું હૃદય મળી જતા અમદાવાદની સીમ્‍સ હોસ્‍પિટલમાં તેનું સફળ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરીને નવજીવન મળ્‍યું છે. હવે તબીબ પુત્રી 11 દિવસ સુધી હોસ્‍પિટલમાં ડોકટરોની સઘન દેખરેખ હેઠળ રહયા બાદ પોતાના ઘેર હેમખેમ પરત ફરશે. અમરેલીના જનરલ પ્રેકિટશનર તબીબ ડો. નિલેશ ભીંગરાડીયાની 17 વર્ષીય પુત્રીને માર્ચમાં તાવ આવતા તેના એન્‍ટીજન, સીઆરટી સહિતના રિપોર્ટ કરવામાં આવ્‍યા હતા. જે નોર્મલ આવ્‍યા હતા. આ પછી એક મહિનાબાદ તેને શ્‍વાસ ચડવા લાગતા હાર્ટના રિપોર્ટ કરવામાં આવ્‍યા હતા. જેમાં કોવિડની અસર વર્તાઈ હતી. રિપોર્ટ આવ્‍યા બાદ છથી સાત મહિના સુધી તબીબ પુત્રીની દવા સહિતની સારવાર કરવામાં આવી હતી. જેની કોઈ જ અસર જોવા ન મળતા ફરી રિપોર્ટ કરાયો હતો. જેમાં હૃદયનું પમ્‍પીંગ 1પ% જેટલું જ જોવા મળતા તેને બદલાવવું જ પડશે તેવું નિદાન થયું હતું. અંદાજે આઠ મહિનાના સમયગાળા દરમિયાન તબીબપુત્રી સાડા ચાર મહિના સુધી હોસ્‍પિટલમાં જ દાખલ રહી હોવાનું તેમણે જણાવ્‍યું હતું. મતલબ કે તેણે વારંવાર હોસ્‍પિટલમાં દાખલ થવું પડતું હતું.

હાર્ટ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરવાની જરૂર જણાતા છેલ્‍લા સવા મહિનાથી તેને અમદાવાદની સીમ્‍સ હોસ્‍પિટલમાં દાખલ કરાઈ હતી અને ત્‍યાં તેનો એમ.આઈ. રિપોર્ટ કરાયો હતો. જેમાં હૃદય પ0% ખરાબ થઈ ગયેલું જોવા મળ્‍યું હતું. જેના કારણે પરિવાર એકદમ ચિંતિત થઈ ગયો હતો. બરાબર આ જ વેળાએ નવસારીના એક 43 વર્ષીય મહિલા સુરતની આઈ.એન.એસ. હોસ્‍પિટલમાં બ્રેઈનડેડ થયા હોવાનું ઘ્‍યાન પર આવતા તબીબ પિતાએ ઓર્ગન ડોનેશન સંસ્‍થા “ડોનેટ લાઈફ”નો સંપર્ક સાધીને તેમની 17 વર્ષીય પુત્રીને હાર્ટનું દાન મળે તેવી અપીલ કરી હતી. બ્રેઈનડેડ મહિલાનો પરિવાર પણ અંગોનું દાન કરવા સહમત થઈ જતાં સુરતથી ર77 કિલોમીટર અંતરકાપીને સિમ્‍સ હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યફા હતા અને જરૂરી તમામ રિપોર્ટ કરીને હાર્ટ ટ્રાન્‍સપ્‍લાન્‍ટની સર્જરી કરવામાં આવી હતી. જે એકદમ સફળ નિવડતા તબીબ પુત્રીને નવું હૃદય આપીને નવજીવન આપવામાં આવ્‍યું છે. સમયસર પુત્રીને અત્‍યંત જરૂરી અંગ મળી જતા પરિવારની ખુશીનો પાર રહયો નહોતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/