fbpx
અમરેલી

ડુંગર ગામે પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સગર્ભા માતાઓની આરોગ્‍ય તપાસણી કેમ્‍પનું આયોજન સંપન્‍ન

રાજુલા તાલુકાના ડુંગર ગામે પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્‍વ અભિયાન અંતર્ગત સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ અને માસ્‍ક સાથે એન્‍ટિનેટલ કેર સગર્ભા આરોગ્‍ય તપાસણી કેમ્‍પનું સુંદર આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ડુંગર સહિત આજુબાજુના 19 ગામોની 60 ઉપરાંત સગર્ભા માતાઓના જરૂરી તમામ લેબટેસ્‍ટ કરી રાજુલાના સ્‍પર્શ વુમન્‍સ હોસ્‍પિટલ એન્‍ડ લેપ્રોસ્‍કોપી સેન્‍ટરના અનુભવી સ્‍ત્રીરોગ નિષ્‍ણાંત ડો. વિજય જે. લાડુમોર દ્વારા તમામ સગર્ભા બહેનોની આરોગ્‍ય તપાસકરવામાં આવી હતી. અને આ કેમ્‍પ દ્વારા ભારત સરકાર દ્વારા ચાલતા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્‍વ અભિયાન અંતર્ગત સગર્ભાઓની સમયસર આરોગ્‍ય તપાસ કરી વહેલાસર નિદાન દ્વારા સગર્ભા માતાઓના જોખમી પરિબળો ઓળખી કાઢી તેમનું નિવારણ કરી શકાય તેમજ માતા અને બાળ મરણના પ્રમાણને ઘટાડી શકાય સાથે-સાથે સગર્ભા રહેલા બાળકનો પણ યોગ્‍ય વિકાસ થઈ શકે અને દેશનું ભવિષ્‍ય ઉજજવળ બને તેવા હેતુથી આ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સગર્ભા બહેનોને લાવવા લઈ જવા માટે ભભખિલખિલાટભભ વાહનનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આ તકે તાલુકા હેલ્‍થ ઓફિસર ડો. એન.વી. કલસરીયા, ડો. એન.કે. વ્‍યાસ, ડો. પ્રતાપ પોપટ, સીએચઓ આશાબેન બાંભણીયા, અપેક્ષાબા ગોહિલ, કાજલબેન ચૌહાણ અને આશાબહેનો સહિતના સ્‍ટાફ દ્વારા કેમ્‍પને સફળ બનાવવા માટે જરૂરી જહેમત ઉઠાવેલ જે યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/