fbpx
અમરેલી

અમરેલી ખાતે સુશાસન સપ્તાહના બીજા દિવસે શહેરી વિકાસ દિવસ ઉજવાયો

રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપયજીના જન્મ જયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની તા. ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. જેમાં સુશાસન સપ્તાહ અંતર્ગત ગુડ ગવર્નન્સની ઉજવણી સંદર્ભે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સુરત ખાતેથી બીજા દિવસે શહેરી વિકાસ દિવસનો પ્રારંભ કરાવ્યો છે.

અમરેલીના દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે ગુડ ગવર્નન્સના ભાગ રૂપે શહરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહના બીજા દિવસે શહેરી વિકાસ દિવસ ઉજવાયો. જેમાં લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધલક્ષી યોજનાઓના લાભનું વિતરણ કરીને લાભાન્વિત કરાયા.

આ પ્રસંગે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા જણાવ્યું કે, આપણે ૨૫ ડિસેમ્બરના દિવસે અટલજીના જન્મજયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. રાજ્યનો પ્રત્યેક નાગરિક સુશાસન સપ્તાહનો સાચો અર્થ છે. આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન હતું કે દરેક નાગરિકને પોતાના ઘરનું ઘર મળે માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રારંભ કરાયો છે.

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે અમરેલી નગરપાલિકાના લાભાર્થીઓને સરકારની વિવિધલક્ષી યોજનાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે લોકોને મકાન મંજૂર થયેલા છે તેવા લોકોને પ્રમાણપત્રો સ્ટેજ પર આપવામાં આવ્યા હતા. તેમજ મકાનો મંજૂર કરવામાં આવ્યા. પ્રધાન સ્ટ્રીટ વેન્ડર સ્કીમ પી.એમ.સ્વાનિધી હેઠળ જે ફેરિયાઓને લોન મળેલ છે તેવા ફેરિયાઓને ફેરીના ઓળખ કાર્ડ આપવામાં આવ્યા.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલિયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ સુશ્રી મનીષાબેન રામાણી તેમજ નગરપાલિકા અને પંચાયતની વિવિધ સમિતિઓના અધ્યક્ષશ્રીઓ તેમજ સદસ્યશ્રીઓ બહોળી સંખ્યામાં  લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/