fbpx
અમરેલી

રાજુલાના ભેરાઈ રોડ પર આજે વહેલી સવારે સિંહને બચાવવા જતાં કાર ખાડામાં ઉતરી ગઈ, સદભાગ્યે જાનહાનિ ટળી

અમરેલી જિલ્લામાં રાજુલા કોસ્ટલ બેલ્ટ પર સિંહોની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે આજે મંગળવારે વહેલી સવારે કાર ચાલક અશોકભાઈ ટીમાણીયા કાર લઈ પીપાવાવ નોકરી પર જતા હતા. ત્યારે ભેરાઈ રોડ પર બંધ પેટ્રોલપંપ નજીક રોડ ઉપર સિંહ-સિંહબાળ આવી ચડ્યા હતા. વહેલી સવારે 5 વાગે સિંહ રોડ વચ્ચે આવી ગયા હોવાથી કાર ચાલકે ઓચિંતી બ્રેક મારી હતી. પરંતુ સિંહો રોડ વચ્ચે જ મસ્તીએ ચડ્યા હોવાથી મસ્તી કરતા કરતા અલ્ટો કાર આગળ આવીને કાર સાથે અથડાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

જેના કારણે તેમને ઇજા ન થાય તે માટે કાર ચાલક દ્વારા તેમને બચાવવા કાર પાછળ રિવર્સ લેતાં કાર ખાડામાં ઉતરી જવાની ઘટના બની હતી. જો કે આ ઘટનામાં કોઈને ઇજા થવા પામી નથી, ત્યારબાદ 1 બાઇક ચાલક આવતા તેનો જીવ ઓચિંતા સિંહને જોઈ તાળવે ચોંટી ગયો હતો. તેમજ બાઇક વાળવાની ઉતાવળે તે પણ પડતા પડતા મહા મુસીબતે બાઇક વાળી અન્ય રોડ પર રવાના થયો હતો. ત્યારબાદ કાર ચાલક નીચે ઉતર્યા હતા, જો કે કેટલીક મિનિટો પછી સિંહો રોડ પરથી વાડી વિસ્તાર તરફ રવાના થયા હતા

સિંહના કારણે કાર નીચે ઉતરી ગઈ – અશોકભાઈ , કાર ચાલક અશોકભાઈએ જણાવ્યું હતું કે સિંહો ઓચિંતા રોડ ઉપર આવી ગયા હતા. જેના કારણે પહેલા તો તેમણે બ્રેક મારી દીધી હતી. પરંતુ તેઓ મસ્તી કરતા કરતા ગાડી સાથે ભટકાય તેમ હતા એટલે ગાડી રિવર્સ લેતાં ગાડી પાછળના ખાડામાં ઉતરી ગઈ હતી.

RFO વિહોણી રેન્જમાં સિંહના આંટાફેરા વધ્યા

રાજુલા રેન્જમાં કેટલાય મહિનાઓથી આરએફઓ નથી. જેના કારણે અન્ય રેન્જના આરએફઓને ચાર્જ સોંપાયો છે. પરંતુ સ્થિતિ વધુ જોખમી બની રહી છે, સિંહો શહેર નજીક રોડ ઉપર વધુ આંટાફેરા કરતા જોવા મળે છે. જેમાં કોઈ મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ ગણાશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/