fbpx
અમરેલી

ચમારડી ગામથી ખોડલધામ કાગવડ સુધીની પદયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત

બાબરાના ચમારડી ગામથી ખોડલધામ કાગવડ સુધીની પદયાત્રાનું ગામલોકો દ્વારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ખોડલધામ કાગવડ ખાતે 21 જાન્યુઆરીએ ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બાબરાના ચમારડી વતન થી ઓળખાતા દાનવીર ઉદ્યોગપતિ, સમુહલગ્નના પ્રણેતા ગોપાલભાઈ વસ્તપરા દ્વારા ભવ્ય પદયાત્રા ચમારડી ગામથી કાગવડ ખોડલધામ સુધી કાઢવામાં આવી હતી. ગત ૧ લી જાન્યુઆરીના રોજ ખોડિયાર માતાજીના રથ સાથે નીકળેલી પદયાત્રામા મોટી સંખ્યામા ગામે ગામથી બહોળી સંખ્યામા લોકો જોડાયા હતા. મા ખોડિયારના રથના રાસ ગરબાના તાલે લોકોએ વધામણાં કરવામાં આવ્યા હતા. રંગોળી, રાસગરબા, આરતી સાથે મા ખોડિયારના વધામણાં કરવામાં આવ્યા હતા. પદયાત્રા ધરાઈ, વાવડી, મોટા દેવળીયા,રાવણા, પાટ ખીલોરી, દેરડી, તેમજ સુલતાનપુર ગામે પહોંચી હતી. સુલતાનપુર ગામે રાત્રી રોકાણ, વિશ્રામ, રાત્રી પ્રસાદ તેમજ રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નામી કલાકારો અલ્પા પટેલ, મનસુખભાઇ વસોયા, સુખદેવ ધામેલીયા, સહિતના કલાકારો દ્વારા માતાજીના ગુણગાન ગાવામાં આવ્યા હતા. સુલતાનપુર ખોડલધામ સમિતિ દ્વારા ગોપાલભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાત્રીના લોકડાયરામા જૂનાગઢનાં સંત શેરનાથબાપુ તેમજ ગોંડલ ભાજપ અગ્રણી ગણેશભાઈ જાડેજા, જયેશભાઇ રાદડિયા, રાજુભાઈ ડાંગર, નેમિશભાઈ ધડુક સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. સુલતાનપુરથી સવારે 6 વાગે પદયાત્રા નીકળીને દેવળા થી નીલાખા ગામે પહોંચીને ત્યાં બપોરનો પ્રસાદ તેમજ ગામલોકો દ્વારા ગોપાલભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

નિલાખા ગામે ભાજપા પ્રમુખ સી.આર. પાટીલ તેમજ ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ, ગોંડલ માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ભરતભાઈ બોઘરા, તેમજ રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહયા હતા. સમસ્ત પદયાત્રામા માર્ગમા આવતા દરેક ગામે ગામથી લોકો પદયાત્રામા જોડાયા હતા. અંદાજિત ચાર હજાર લોકો પદયાત્રામા જોડાયા હતા. સાંજે ખોડલધામ કાગવડ ખાતે પદયાત્રા પોંહચી હતી જ્યાં યાત્રિકોએ રાસગરબા સાથે મા ખોડલના ગુણગાન ગાયા હતા. કાગવડ ખાતે ખાસ પાળીયાદના નિર્મળાબા ખાસ ઉપસ્થિત રહયા હતા ને વસ્તપરા પરિવારની પદયાત્રાના સહભાગી બન્યા હતા. ચમારડી રત્ન, દાનવીર એવા ગોપાલભાઈ વસ્તપરા તેમજ તેમના સમસ્ત પરિવાર તેમજ નિર્મળાબા દ્વારા ધજા ચડાવવામાં આવી હતી.ગોપાલભાઈ વસ્તપરા દ્વારા તમામ ગામલોકો, માતાઓ, બહેનો, સમાજ અગ્રણીઓ, રાજકીય આગેવાનો તેમજ પત્રકારોનો આભાર માન્યો હતો ગોપાલભાઈ વસ્તપરાની આ યાત્રામા જે લોકો સહભાગી બન્યા તેવા તમામ લોકોનો પણ ગોપાલભાઈ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/