fbpx
અમરેલી

જાફરાબાદના નેસડી મોલ્લા વિસ્તારમાં દીપડો ઘૂસ્યો, વિડીયો વાયરલ

જાફરાબાદના નેસડી મોલ્લા વિસ્તારમાં દીપડો ઘૂસ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે, તેમાં ત્રણેક શ્વાનની ટુકડીએ બહાદુરી બતાવી દીપડા પાછળ દોટ મૂકી દીપડાને ભગાડ્યો હોવાનું જોઈ શકાય છે.

અમરેલી જિલ્લામાં સિંહ બાદ હવે દીપડાઓ રહેણાક વિસ્તારમાં આવવા લાગ્યા છે. આ ઉપરાંત દીપડાઓની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. જેના કારણે અમરેલી જિલ્લાના લોકોમાં એક ડરનો માહોલ છવાઇ ગયો છે. ત્યારે એક દીપડો રહેણાંકી વિસ્તાર માં ઘૂસી આવ્યો હતો. જેના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે, દીપડો એક રહેણાંક મકાન ઉપરથી સોસાયટીમાં પ્રવેશ કરે છે અને ત્રણેક શ્વાનોની ટુકડી બહાદુરી બતાવી દીપડા પાછળ દોટ મૂકે છે. વહેલી સવારે જાફરાબાદ શહેરમાં આવેલા નેસડી મોલ્લા વિસ્તારમાં ધોળા દિવસે એક દીપડો આવી ચડ્યો હતો. દીપડો એક રહેણાંક મકાન ઉપરથી સોસાયટીમાં પ્રવેશ કરે છે, જે આખો ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. આ દીપડો સોસાયટીમાં પ્રવેશતા જ સ્થાનિક ત્રણ જેટલા શ્વાનો દીપડા પાછળ બહાદુરી બતાવી દોટ મૂકે છે. આ પ્રકારના દ્રશ્યો પ્રથમ વખત જોવા મળ્યા છે.
દીપડા દ્વારા હજુ સુધી કોઈને ઈજા કરી હોય તેવા સમાચાર નથી, પરંતુ દીપડાની આ પ્રકારની લટાર ચિંતાનો વિષય બની ગયો છે. મહત્વની વાત એ છે કે, સમગ્ર દીપડાની ઘટનાથી જાફરાબાદ વનવિભાગ અજાણ હોવાનુ સામે આવ્યું છે. જોકે, વીડિયો વાયરલ થયા બાદ વનવિભાગ પણ દોડતુ થયુ હતુ. થોડા દિવસો પહેલા જ જાફરાબાદ શહેરના લાઈટ હાઉસ વિસ્તારમાં દીપડો આવી ચડ્યો હતો, અહીં લટારો મારી ફરી બહાર નીકળી ગયો હતો. અનેક સ્થાનિક લોકોએ પણ જોયો હતો. જ્યારે દીપડા ઉપર વનવિભાગ નજર નહીં રાખે તો શહેરી વિસ્તારમાં ગમે ત્યારે ગમે તે મોટી ઘટના બની શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/