fbpx
અમરેલી

અમરેલી “1962” એનીમલ એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ દ્વારા નવા વર્ષ ના સંકલ્પો લઈ ઊજવણી કરી

ફરતા પશુ દવાખાના દ્વારા છેલ્લા વર્ષ દરમિયાન કુલ 88648 જેટલા અબોલ જીવ ને સારવાર આપવામાં આવી હતી
*અમરેલી જીલ્લાની 1962 કરુણા એનીમલ એમ્બ્યુલન્સ દ્વારા કુલ 6544 જેટલા રખડતા ભટકતા પશુ પક્ષી ની સારવાર કરાઈ.


ગુજરાત સરકાર ના પશુપાલન વિભાગ દ્વારા શરૂ થયેલ અને જી.વી.કે. ઈ.એમ.આર. 1962 દ્વારા સંચાલીત કરુણા એનિમલ એમ્બ્યુલન્સ તેમજ 10 ગામ દિઠ ફરતા પશુ દવાખાના ના કર્મચારીઓ દ્વારા અમરેલી પશુ દવાખાના ખાતે સેવા ને વધુ સારી બનાવવા નવા વર્ષ ના સોનેરી સંકલ્પો લીધા હતા તેમજ કેક કાપી નવા વર્ષ ને ઊજવણી કરવામા આવી, જે અંતર્ગત આજરોજ અમરેલી જિલ્લા પશુપાલન વિભાગ ના નાયબ પશુપાલન નિયામક શ્રી ડો.ગૌરાંગ સોની સાહેબ તેમજ અમરેલી જિલ્લા નાયબ પશુપાલન નિયામક ધનિષ્ઠ પશુ સુધારણા યોજના શ્રી ડો. એચ.યુ. દેસાઈ સાહેબ તેમજ જીલ્લા પશુિકિત્સા અધિકારી શ્રી પી.જી. તરકેસા સાહેબ અમરેલી જિલ્લા 1962 પ્રોજેકટ કોઓર્ડીનેટર શ્રી અમાનતઅલી નકવી તેમજ 1962 એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ તેમજ વગેરે કર્મચારીઓ ની હાજરી માં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમજ અમરેલી જિલ્લા નાયબ પશુપાલન નિયામક શ્રી દ્વારા અને 1962 એનિમલ હેલ્પ લાઇન ના જિલ્લા પ્રોગ્રામ મેનેજર શ્રી ડો. જતીન સંચાણીયા સાહેબ દ્વારા કર્મચારીઓને આવનારા નવા વર્ષ મા સારી કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ આ 1962 એનિમલ એમ્બ્યુલન્સ ની સેવા છેલ્લા ચાર વર્ષથી કાર્યરત છે જેના દ્વારા છેલ્લા ડિસેમ્બર મહિનામાં કુલ 402 કોલ મળેલા છે જેમાંથી કુલ 332 પશુ પક્ષીઓ ની સારવાર કરવામાં આવી હતી, વધુ વિગતે જોતા અત્યાર સુધીમાં કૂલ 10165 જેટલા ઈમરજન્સી કોલ મળેલા છે

જેમાં થી 6544 જેટલા રખડતા ભટકતા બીમાર પશુ તેમજ પક્ષીઓ ને સારવાર અપાય છે તેમાં ગાય ના 2399 કેસ,ભેંસ ના 03 કેસ, બિલાડી ના 98 કેસ, કુતરા ના 2399 કેસ, ગધેડા ના 03 કેસ, બકરી ના 02 કેસ, પોલ્ટ્રી ના 02 કેસ, ઊંટ ના 03 કેસ, શકરા નો 01 કેસ, પોપટ ના 12 કેસ, ચકલી ના 08 કેસ ખિસકોલી ના 04 કેસ, કબૂતર ના 228 કેસ, કાગડા ના 2 કેસ અને અન્ય 29 જેટલા કેસ એમ કુલ મળી  6544 જેટલા અબોલ પશુ પક્ષી ની સારવાર કરવામાં આવી છે. જ્યારે અમરેલી જિલ્લામા  દસ ગામ દિઠ ફરતા પશુ દવાખાના ના 21 વાન કાર્યરત છે દ્વારા ડિસેમ્બર મહિનામા કુલ 7951 અબોલ જીવો ને સારવાર આપવામાં આવી છે. વધું વિગતે જોતા અત્યાર સુધીમાં કુલ 88648 જેટલા અબોલ જીવો ને સારવાર આપવામાં આવી છે. તેમાં ગાય ના 49109 કેસ,ભેંસ ના 27047 કેસ, બિલાડી ના 60 કેસ, કુતરા ના 2095 કેસ, ઘોડા ન 326 કેસ ગધેડા ના 07 કેસ, ઘેટાં ના 2044 કેસ, બકરી ના 7792 કેસ, પોલ્ટ્રી ના 08 કેસ, ઊંટ ના 40 કેસ, શકરા નો 01 કેસ, પોપટ ના 11 કેસ, ચકલી ના 02 કેસ, કબૂતર ના 44 કેસ, અને અન્ય 54 થી વધારે કેસ એમ કુલ મળી 88648 જેટલા અબોલ પશુ પક્ષી ની સારવાર કરવામાં આવી છે. આ સાથે લોકો ને આ સેવાનો દરેક ઇમરજન્સી મા ટોલ ફ્રી નંબર 1962 પર કોલ કરી વધુ મા વધુ લાભ લેવા અમરેલી ની જનતાને જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/