fbpx
અમરેલી

અમરેલી ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં ગત માસે ૧૪૧૧ મતદાન મથકોએ નોંધપાત્ર કામગીરી

નવા નામ ઉમેરવા માટે ૩૮૫૦૬ ફોર્મ મેળવી ૯૩.૪૨ % કામગીરી : કુલ ૮૩૯૪૪ ફોર્મ મેળવી ૧૦૮.૫૧ % જેટલી કામગીરી

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૧/૧/૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમના ઝુંબેશના ચાર નક્કી કરવામાં આવેલા દિવસો દરમિયાન સમગ્ર અમરેલી જિલ્લામાં ૧૪૧૧ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારીશ્રીઓએ હક્ક દાવા અરજીઓ સ્વીકારી હતી.

અમરેલી જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત નવા નામ ઉમેરવા માટે ૪૧૨૨૦ના લક્ષ્યાંકની સામે ૩૮૫૦૬ ફોર્મ મેળવવામાં આવ્યા હતા જેથી કુલ ૯૩.૪૨ % કામગીરી કરવામાં આવી હતી. તેવી જ રીતે કુલ મેળવવાના થતા ૭૭૩૫૮ના લક્ષ્યાંકની સામે ૮૩૯૪૪ ફોર્મ મેળવી ૧૦૮.૫૧ % જેટલી કામગીરી કરવામાં આવી હતી. વસ્તી આધારિત ૧૮-૧૯ વયજૂથના નવા મતદારોના મેળવવાના ફોર્મના ૭૬૪૭૧ લક્ષ્યાંકની સામે ૨૯૮૫૭ ફોર્મ મેળવી ૩૯.૦૪ % જેટલી કામગીરી કરવામાં આવી હતી.

જિલ્લામાં વધુને વધુ લોકો આ ઝુંબેશમાં જોડાય તે માટે ખાસ ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. બૅનરના માધ્યમથી ૯૭૯ જેટલી અને હોર્ડિંગ્સના માધ્યમથી ૧૭ જેટલી સ્વીપ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયાની વાત કરીએ તો ટ્વીટરમાં ૪૯૦ ટ્વીટ્સ, ફેસબુકમાં ૩૯૩ પોસ્ટ્સ અને ઇન્સ્ટાગ્રામમાં ૧૯૪ પોસ્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત ટેલિગ્રામમાં ૮૭૧ જેટલા સભ્યોને જોડી અમરેલી સ્વીપ એક્ટિવિટી ગ્રુપ બનાવી બુથ કક્ષાએ ૧૨ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. યુટ્યૂબના માધ્યમથી ૭૩ જેટલી પ્રવૃતિઓ કરવામાં આવી હતી.

તંત્ર દ્વારા ૩૧ ઓડિયો સંદેશાઓ બનાવી પ્રચાર કરવામાં આવ્યો હતો. તેમજ ૧૦ જેટલી અખબારી યાદીઓ જાહેર કરવામાં આવી હતી. ૪ જેટલા ઓનલાઇન વેબિનારો યોજ્યા હતા. જિલ્લા કક્ષાની ૩૦/૧૦/૨૦૨૧ના સ્વીપ કોર કમિટીની બેઠક યોજવામાં આવી હતી. સ્વીપ પ્રવૃતિઓમાં ૧૦૭ વિડીયો સંદેશાઓ મોકલાયા હતા તેમજ ૬ રંગોળી સ્પર્ધાઓમાં ૪૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

સમગ્ર ઝુંબેશ દરમિયાન ૫ મતદાર નોંધણી અધિકારીશ્રીઓએ અને ૩૩ મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓએ ફરજ બજાવી હતી. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ તમામ સરકારી અને બિન સરકારી શિક્ષકોના ૩ વોટ્સઅપના ગ્રુપના માધ્યમથી જિલ્લાના વિદ્યાર્થીઓ સુધી જાગૃતિ સંદેશાઓ પહોંચાડવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/