fbpx
અમરેલી

૩૦ જાન્યુઆરીના શહીદ દિવસ નિમિત્તે સવારે ૧૧ વાગે બે મીનીટનું મૌન પળાશે

શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહન વ્‍યવહારની ગતિ બે મિનિટ માટે બંધ રખાશે

સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદોનું ઋણ અદા કરવાનો નમ્ર પ્રયાસ

દેશના સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્‍યા છે તેવા શહીદ વીરોની સ્‍મૃતિમાં આજે ૩૦મી જાન્‍યુઆરી-૨૦૨૨ રવિવારે સવારે ૧૧ કલાકે બે મીનીટ મૌન પાળી સ્‍વદેશ માટે પ્રાણની આહૂતિ આપના શહીદ વીરો પ્રત્‍યેનું ઋણ અદા કરવા અને આખા દેશમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહન વ્‍યવહારની ગતિ બે મીનીટ પુરતી બંધ રાખવામાં આવશે.

આજે ૩૦મીએ શહીદ દિને સવારે ૧૧ કલાકે સમગ્ર અમરેલી જિલ્લામાં બે મીનીટ મૌન પાળવા અને કામકાજ તેમજ વાહન વ્‍યવહારની ગતિ તેટલો સમય બંધ રાખવાની રહેશે. જે સ્‍થળે સાયરનની વ્‍યવસ્‍થા કે સેનાની તોપની વ્‍યવસ્‍થા હોય ત્‍યાં સવારે ૧૦.૫૯ કલાકે એક મીનીટ માટે એટલે કે ૧૧ કલાક સુધી સાયરન કે તોપ ફોડી બે મીનીટ મૌન પળાશે અને બે મીનીટ બાદ એટલે કે ૧૧.૦૨ થી ૧૧.૦૩ વાગ્‍યા સુધી સાયરન ફરીથી વાગતા રાબેતા મુજબ કામકાજ શરૂ કરવું. જે સ્‍થળોએ સાયરન કે સંકેતની વ્‍યવસ્‍થા ન હોય ત્‍યાં ૧૧ કલાકે બે મીનીટ મૌન પાળવા સબંધિતોને જાણ કરવા આદેશો બહાર પાડવાના રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/