fbpx
અમરેલી

અમરેલી જીલ્લામાં એક જ દિવસે બે વ્યક્તિઓએ અલગ-અલગ કારણોસર કર્યા આપઘાત,ઘટનાને પગલે ચકચાર બંને મૃતકોની ઉમર 50 વર્ષથી વધુની ઉમરના

અમરેલી જીલ્લામાં એકજ દિવસે બે વ્યક્તિઓએ અલગ-અલગ કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી ગત તારીખ 29 જાન્યુઆરીના રોજ ધારી તાલુકાના મોરઝર અને રાજુલાના ડુંગર ગામેથી આપઘાતના બનાવો સામે આવ્યા હતા બંને આપઘાત કરનારા વ્યક્તિઓ 50 વર્ષથી વધુ ઉંમરના હોય અને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ છે નાનકડા ગામોમાં આપઘાતની ઘટનાઓને પગલે પોલીસે તપાસ શરુ કરી છે.  

પોલીસમાં જાહેર થયેલ વિગત મુજબ ધારી તાલુકાના ચલાલા નજીક આવેલા મોરઝર ગામે 29 જાન્યુઆરીના રોજ નાગજીભાઈ હીરાભાઈ ચાવડાએ ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું અને તેમણે દવા પીધી હોવાની જાણ થતા આસપાસના રહીશો અને તેમના સાગા સબંધીઓ દોડી આવ્યા હતા અને તેમને દવાખાને લઇ જવાયા હતા જોકે તેઓ બચી શક્ય ન હતા આ અંગે ચલાલા પોલીસ મથક ખાતે તેમના સંબંધી મનજીભાઇ હીરાભાઈ ચાવડા (ઉ.વ.53)એ પોલીસમા આપેલ વિગત પ્રમાણે મરણજનારના દિકરાભાવેશભાઇના લગ્ન બે વર્ષથી કરેલા અને તેની પત્નિ રીસામણે હોય જેથી તેના ટેન્શનનાકારણે મરણ જનારે ટેન્શનના કારણે પોતે પોતાની મેળે ઝેરી દવા પી જઇ અમરેલી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.  

તો આજ દિવસે બીજી ઘટના રાજુલા તાલુકામાં સામે આવી હતી અહીંના ડુંગર ગામે બિપીનભાઈ ચંદ્રકાન્તભાઈ ત્રિવેદી(ઉ.વ.63)એ મેઈન બજારમાં આવેલા પોતાના રહેણાંક મકાન ખાતે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું આ અંગે મૃતકના ભાઈ કમલેશભાઈ ચંદ્રકાન્તભાઈ ત્રિવેદી(ઉ.વ.52)એ પોલીસમાં નોંધાવ્યું હતું કે મૃતક છેલ્લા એક વર્ષથી માનસીકબિમારી હોય અને તેની સારવાર શરૂ હોય અને દવા લેવા છતા સારૂ થતુ ન હોય જેથી માનસીકબિમારીથી કંટાળી જઇ પોતે પોતાની મેળે તેમના રહેણાંક મકાને ગળા ફાસો ખાઇ લેતા તેમનું મોત નીપજ્યું હતું.   જોકે છેલ્લા થોડા સમયથી અપમૃત્યુના બનાવો જિલ્લામાં વધી રહ્યા છે અનેક લોકોના મોત થઇ રહ્યા છે તેવામાં એક જ દિવસે બે લોકોએ અલગ-અલગ કારણોસર અવળું પગલું ભરતા ચકચાર મચી જવા પામી હતી અને આ અંગે બંને કેસોને લઈને પોલીસે તપાસ શરુ કરી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/