fbpx
અમરેલી

 દેશના સામાન્ય બજેટને આવકારતા રાષ્ટ્રીય ભાજપા ઉપાધ્યક્ષ અને સાંસદશ્રી મતિ ડૉ. ભારતીબેન શિયાળ-દેશના અર્થતંત્ર ને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો.

દેશની આઝાદી બાદ છઠ્ઠી વખત દેશના નાણામંત્રીએ આજ રોજ ૧લી ફેબ્રુઆરીના  દેશની સંસદમાં સવારે ૧૧ વાગ્યે બજેટ ૨જૂ કર્યુ છે. દેશના ઈતિહાસમા બીજી વખત પે૫૨લેસ બજેટ ૨જુ કરવામા આવ્યુ છે. આ બજેટની મહત્વની બાબત એ છે કે દેશના સામાન્ય બજેટમાં રેલ્વે બજેટનો પણ સમાવેશ થઈ ગયો છે. દેશના મહિલા નાણામંત્રીએ ચોથી વખત સંસદમાં બજેટ રજુ કર્યુ છે. ગયા બે વર્ષ કોરોનાના કારણે ખૂબ જ અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. સમગ્ર વિશ્વના અર્થતંત્રને નકારાત્મક અસર થઈ હતી પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીભર્યા નિર્ણયોના કારણે ભારતનું અર્થતંત્ર વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયું છે જે અભિનંદનને પાત્ર છે. બજટની હકારાત્મક જોગવાઈઓન શેરબજાર પણ આવકારેલ છે તથા સેન્સેકસમા પણ ખુબ  જ વધારો થયો છે. આ બજેટ આત્મનિભર ભારતનુ બજેટ છે.
આ બજેટ દેશમાં GST લાગુ કર્યા પછીનું પાંચમું બજેટ છે. ભારતનું અર્થતંત્ર સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાં સ્થાન પામ્યું છે. GST આવવાથી સરકારની આવક વધી છે. આજે રજુ થયલ બજેટમા કન્દ્ર સરકાર ગરીબો માટ તીજોરી ખોલી નાખી છે. ૭૦૦૦ થી વધુ જેટલા જન ઔષધી કેન્દ્ર પર ૯૨૫ થી વધુ દવા રાહત દરે આપવામાં આવી
રહી છે.
રોકડ વ્યવહારોનું પ્રમાણ ઘટયુ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ક્રાંતિકારી નિર્ણયોને કારણે દેશની અર્થવ્યવસ્થામાં ખૂબ ૪ સુધારો થયો છે.
સરકારની નીતિઓને કારણે કરવેરા ભરનારા નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે2022 – 2023 ના વર્ષ દરમિયાન દેશમાં ઘણી મોટી નવી રેલ્વે લાઈનો નાખવા માટે જોગવાઈ કરવામાં આવી છે,તેને પણ સાંસદ શ્રીએ આવકારેલ છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશને વિકાસશીલ અને ખૂબ જ ઉંચાઈ પર લઈ જવા
માગે છે. તે બાબત આ બજેટ દ્વારા અભિવ્યક્ત થાય છે.આજે સંસદમાં રજૂ થયેલ કેન્દ્રીય બજેટની અગત્યની બાબતો :
૧. અંદાજીત વિકાસ દર ૯.૨૭ %
૨. રસ્તાના વિકાસ માટે રૂ।. ૨૦,૦૦૦ કરોડની જોગવાઈ,
૩. પીપીપી મોડેલના આધારે રેલ્વેનો વિકાસ.
૪. ઓર્ગેનીક ખેતી કરતા ખેડૂતોને વિશેષ સહાય.
૫. આવતા ત્રણ વર્ષમાં ૪૦૦ નવી વંદે ભારત ટ્રેનનું આયોજન.
૬. એક વર્ષમાં ૨૫૦૦૦ કિલોમીટર નવા હાઈવેનું નિર્માણ.
૭. ઉદ્યોગોને મદદ કરવા માટે નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગામ.
૮. દેશમાં ડીજીટલ યુનીવર્સિટીની સ્થાપના
૯. એલ.આઈ.સીનો આઈપીઓ ટૂંક સમયમાં આવશે.
૧૦. ડીજીટલ ઇકોનોમીને પ્રોત્સાહન
૧૧. દેશની બે લાખ આંગણવાડી અપગ્રેડ કરાશે.
૧૨. નોર્થ ઇસ્ટના વિકાસ માટે ૧૫૦૦ કરોડ રૂપિયાની વિશેષ જોગવાઈ ૧૩. ડીફેન્સ બજેટના ૨૫% રકમ સંશોધનો માટે અનામત રાખવનો ક્રાંતિકારી
૧૪. ડ્રોન ટેકનોલોજીના વિકાસ પર ભાર મૂકાશે.
૧૫. વર્ષ ૨૦૨૨ -૨૩ માં ૮૦ લાખ ઘર બનશે.
૧૬, મિશન શક્તિ, મિશન વાત્સલ્ય યોજનાને વધારાશે.
૧૭. ગ્રામ્ય વિસ્તારમાં બ્રોડ બેન્ડ સેવાઓ વધારાશે.
૧૮. તેલીબિયાના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન અપાશે.
૧૯, હેલ્થ ઇકો સીસ્ટમ માટે ડિજીટલ પ્લેટફોર્મ આવશે.
૨૦. શહેરી આવાસ માટે ૪૮૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં    આવી છે.
નિર્ણય કરેલ છે.આ બજેટ દેશના દરેક નાગરિક, ખેડૂત, યુવાન, મહિલા, પશુ પાલકો, વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ એમ સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને અને દરેકના હિત માટે બનાવેલ છે તેને સાંસદશ્રીએ આવકારેલ છે.
ભાવનગર-બોટાદ લોકસભા ના સાંસદ અને રાષ્ટ્રીય ભાજપા ના ઉપાધ્યક્ષ શ્રીમતિ ડૉ. ભારતીબેન શિયાળે દેશના સામાન્ય બજેટને આવકારી વિકાસશીલ બજેટને ૨જૂ કરવા માટે દેશના વડાપ્રધાન
શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા નાણામંત્રી શ્રીમતિ નિર્મલા સીતારામનને અભિનંદન પાઠવ્યા છે.વધુ માં એક નિવેદનમાં જણાવ્યું છે કે આજે દેશની સંસદમાં રજૂ કરવામાં આવેલ બજેટ ખેડૂત લક્ષી, ગ્રામ્યલક્ષી, યુવા લક્ષી, મહિલા લક્ષી તથા રોજગારી વધારનારૂં બની રહેશે. નાણામંત્રી શ્રીમતિ નર્મિલા સીતારામને રજૂ કરેલ દરખાસ્તોના કારણે દેશની નિકાસમાં વૃદ્ધિ થશે. બિનજરૂરી આયાત ઓછી થશે તેને કારણે ખાધમાં ઘટાડો થશે.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ દેશના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓના બાંધકામમાં વધારો થશે. કારણકે આ યોજનામાં આ વર્ષના બજેટમાં ખૂબ મોટી નાણાંકીય ફાળવણી કરવામાં આવી છે. દેશના શહેરી વિસ્તારના વિકાસ માટે, મનરેગા માટે તથા સ્વાસ્થ્ય માટે પણ આ બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે જે આવકારને પાત્ર છે.
દેશમાં રોકાણ વધે, રાજકોષીય ખાદ્ય ઘટે તે માટે કરવામાં આવેલી યોજનાઓને પણ સાંસદશ્રીએ આવકારી અને વિશ્વના લગભગ બધા જ દેશના અર્થતંત્રોમાં મંદી પ્રવર્તી રહી છે ત્યારે ભારતના અર્થતંત્ર પર મંદીની અસર ન થાય તેવા પગલાઓને પણ આવકારેલ છે. ઈન્ટરનેશનલ મોનીટરી ફંડના તારણ મુજબ ભારતના અર્થતંત્રમાં સુસ્તી છે પરંતુ મંદી નથી તે બાબત ખુબ જ અગત્યની છે.
દેશના પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે કરવામાં આવેલી વિવિધ જોગવાઈઓને કારણે દેશમાં
પ્રવાસન ઉદ્યોગ વિકાસ પામશે તથા તેને કારણે વિદેશી હૂંડીયામણમા વધારો થશે અને રોજગારી
પણ વધશે તેમ જણાવી સાંસદ શ્રીએ બજેટને આવકારેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/