fbpx
અમરેલી

રાજયની દિવ્યાંગ શાળાઓ સહીત રાજયની તમામ શાળાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરતા : પરેશ ધાનાણી


રાજયમાં જુદાં–જુદાં સરકારી વિભાગો હસ્તક દિવ્યાંગો માટેની શાળાઓ અને સંસ્થાઓ કાર્યરત છે, જે દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને અધિકારો માટે ખુબ જ સુંદર કાર્ય કરી રહી છે, પરંતુ છેલ્લા ૧પ વર્ષથી આ દિવ્યાંગ શાળાઓમાં શિક્ષકોની નિમણુંકો કરવામાં આવી નથી, જેથી દિવ્યાંગ સંસ્થાઓ અને દિવ્યાંગ બાળકોની હાલત કંફોડી બની છે, ગુજરાતમાં દિવ્યાંગ બાળકો છેલ્લા ૧પ વર્ષથી તેમના શિક્ષણના મૂળભૂત અધિકાર થી વંચિત છે, શિક્ષણ નીતિમાં પણ દિવ્યાંગ બાળકો માટે ફરજીયાત કાયમી શિક્ષકની જોગવાઈ છે, છતાંઈ ગુજરાત સરકારની અસ્પષ્ટ નીતિના કારણે ગુજરાતના દિવ્યાંગ બાળકનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે, શિક્ષણ વિભાગ દ્વારા આ વિષયના શિક્ષકોની નિમણુંક માટે તાજેતરમાં જ શૈક્ષણિક લાયકાતો પણ નકકી કરવામાં આવી છે, પરંતુ નિમણુંક કરવામાં આવતી નથી, અન્ય રાજયોમાં દિવ્યાંગ બાળકોના અધિકાર માટે શિક્ષકોની ફરજીયાત અને કાયમી નિમણુંક કરવામાં આવે છે, સમગ્ર દેશમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેને સંમિલિત શિક્ષણ યોજના ૮યભમકક૯ યોજના કાર્યરત છે તે પણ ગુજરાતમાં બિલકુલ બિન અસરકાર છે, આથી તાત્કાલીક દિવ્યાંગ શાળાઓ સહીત રાજયોની તમામ શાળાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ કાયમી શિક્ષકોની ભરતી કરવાની રજુઆત અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીએ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/