fbpx
અમરેલી

ગુજરાત વિધાનસભા નું લાઈવ ટેલિકાસ્ટ કરવા માંગ

યુવા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા અને પ્રદેશ મહામંત્રી અજય શિયાળ દ્વારા અધ્યક્ષ ને પત્ર લખ્યો
રાજુલાઆજે સમગ્ર વિશ્વ ટેકનોલોજી નાં પરિણામે આંગળીઓ નાં ટેરવે નજીક આવી ગયું છે ફક્ત એક ક્લિક થી સમગ્ર વિશ્વ ની માહિતી દુનિયા ખુણે ખુણે પહોંચી શકે છે અને જાણકારી મેળવે શકે છે આજે આધુનિક યુગમાં મોબાઇલ અને ઇન્ટરનેટ નાં કારણે લાઈવ ટેલિકાસ્ટ ખૂબ સરળ થઈ ગયું છે પરંતુ ગુજરાત ની જનતા ની કમનસીબી છે કે તેના વિસ્તારના ધારાસભ્યો વિધાનસભા કેવી રજૂઆત કરે છે તે લાઈવ નિહાળી શકતા નથી. વર્ષો થી ગુજરાત વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ કરવા ની માંગણી ઉઠી રહી છે ત્યારે યુવા કોળી સમાજ ગુજરાત નાં પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા અને પ્રદેશ મહામંત્રી અજય શિયાળ દ્વારા વિધાનસભા નાં અધ્યક્ષ ને પત્ર લખતા રજૂઆત કરી હતી કે દેશમાં રાજયસભા અને લોકસભા બંને ગૃહો ની કાર્યવાહી નું સીધું લાઈવ ટેલિકાસ્ટ ટીવી ચેનલ અને સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યું છે તેમજ દેશના વિવિધ રાજ્યોની પણ વિધાનસભા નું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે છે પરંતુ આપણું ગુજરાત રાજ્ય મોડેલ સ્ટેટ તરીકે પ્રચલિત હોવાં છતાં પણ આધુનિક સમયમાં ગુજરાત વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવતું નથી. ગુજરાત વિધાનસભા નું લાઈવ ટેલિકાસ્ટ કરવા માટે અનેક રાજકીય પક્ષો અને જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવતી રહી છે છતાં પણ ગુજરાત ની જનતા ઘરે બેસીને સમગ્ર વિધાનસભા નું લાઈવ ટેલિકાસ્ટ નિહાળી શકે એવી કોઈ વ્યવસ્થા વિધાનસભા ગૃહ દ્વારા કરવામાં આવી નથી જે આપણને અન્ય રાજયો ની ક્ષેણી માંથી પાછળ ધકેલે છે. હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે

તેનાં કારણે આગામી દિવસોમાં મળનારા બજેટ સત્ર માં પ્રેક્ષકો માટે નો એન્ટ્રી છે તેમજ પહેલાં પણ પ્રેક્ષકોને ફક્ત ૧૦ મિનિટ સુધી જ ગૃહ માં પ્રેક્ષક ગેલેરી માં બેસવા દેવામાં આવતા હતા. આથી ગુજરાત ની જનતા ઘરે બેસીને પોતાના ટેલિવિઝન અથવા મોબાઇલ પર ગુજરાત વિધાનસભાની સંપુર્ણ કાર્યવાહી લાઈવ જોઈ શકે તે માટે વિધાનસભા નું લાઈવ પ્રસારણ કરવામાં આવે તેવી અમો ની માંગ છે. આગામી બજેટ સત્ર પહેલાં ગુજરાત વિધાનસભા નું લાઈવ ટેલિકાસ્ટ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. આગામી દિવસોમાં ગુજરાત ની જનતા ને લાઈવ ટેલિકાસ્ટ નો લાભ મળે છે કે પછી જનતા વિધાનસભા ની કાર્યવાહી ની વિધાનસભા ની કાર્યવાહી થી અજાણ રહે છે એ તો હવે આવનારો સમય જ બતાવશે.Attachments area

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/