fbpx
અમરેલી

પ્રભારી મંત્રી આર.સી.મકવાણા, સાંસદ નારણભાઈ કાછડીયા અને જીલ્લા અધ્યક્ષ કૌશિક વેકરીયાના વરદ હસ્તે  સાવરકુંડલા તાલુકા ચરખડીયા મુકામે 66 કેવી સબ સ્ટેશનનું  ખાતમુહુર્ત કરવામાં આવ્યું.

આજ રોજ અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના ચરખડીયા મુકામે પ્રભારી મંત્રી શ્રી આર.સી.મકવાણા, અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ હસ્તે ચરખડીયા ૬૬ કે.વી. સબ સ્ટેશનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ તકે જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઇ કાબરીયા, ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસૂરિયા, શ્રી શરદભાઈ પંડ્યા, શ્રી રામભાઈ સાનેપરા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, જીલ્લા મંત્રી શ્રી જયેશભાઈ ટાંક, સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેન શ્રી દીપકભાઈ માલાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઇ વિરાણી અને શ્રી મનસુખભાઇ ભુવા, જી.પં. બાંધકામ સમિતિ ચેરમેન શ્રી પુનાભાઈ ગજેરા, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત, જિલ્લા પંચાયત સદસ્યો શ્રી શરદભાઈ ગૌદાની, શ્રી લાલભાઈ મોર, શ્રી રાહુલભાઈ રાદડિયા, શ્રી ભીખાભાઈ ધોરાજીયા, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવણભાઈ વેકરીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ, લીલીયા તાલુકા પ્રમુખ શ્રી ભનુભાઈ ડાભી, સા.કુંડલા તાલુકા મહામંત્રીઓ શ્રી ચેતનભાઈ માલાણી, શ્રી નીતિનભાઈ નગદીયા, શહેર મહામંત્રી શ્રી વિજયસિંહ વાઘેલા, શ્રી રાજુભાઈ નાગ્રેચા, લીલીયા તાલુકા મહામંત્રી શ્રી ગૌતમભાઈ વિછીયા, શ્રી જીગ્નેશભાઈ સાવજ, સાવરકુંડલા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી લલિતભાઈ બાલધા, સાવરકુંડલા ન.પા. પ્રમુખ પ્રતિનિધિ શ્રી રાજુભાઈ દોશી સહીતના પધાધિકારીઓ, આગેવાનો, સરપંચશ્રીઓ, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રૂ. ૬૫૨.૭૪ લાખના ખર્ચે બનનાર ચરખડીયા ૬૬ કે.વી. કાર્યરત થવા થી નજીકના ૬૬ કે.વી, સીમરણ સબ સ્ટેશન અને ૬૬ કે.વી. સાવરકુંડલા સબ સ્ટેશનના વીજ ભારમાં ઘટાડો થશે. હાલ ૬૬ કે.વી. ચરખડીયા સબ સ્ટેશન માંથી ૧૧ કે.વી. ના પાંચ ફીડરનું નિર્માણ કરવામાં આવશે અને આ સબ સ્ટેશન કાર્યરત થતા ચરખડીયા ઉપરાંત સાવરકુંડલા, નેસડી, કરજાળા, મોટા ભમોદ્રા, નાના ભમોદ્રા, અમૃતવેલ, ભુવા અને ઓળીયા સહીતના ગામોના વીજ ગ્રાહકો અને ખેડૂતોને વધુ સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહશે તેમ સાંસદ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ છે.   

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/