fbpx
અમરેલી

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ૧ લી જાન્યુઆરી ર૦૦૪ પહેલાની પેન્શન જુની પેન્શન યોજના અમલ કરવાની માંગ કરતા : પરેશ ધાનાણી

સરકારી કર્મચારીઓ પોતાના જીવનના ૩૦ થી ૪૦ વર્ષ જેટલો કિંમતી સમય પોતાની ફરજમાં આપે છે, તેમને નિવૃતિ બાદ આર્થિક આત્મનર્ભરિતાનો હકક છે, ૧ જાન્યુઆરી ર૦૦૪ પહેલા જેવો સરકારી નોકરીમાં જોડાયા હતા તેવા કર્મચારીઓને નિવૃતિ બાદ આર્થિક સુરક્ષા મળી રહે તે માટે પેન્શન ચુકવવામાં આવતું હતુ, આ પેન્શન  તેમની સેવા પર આધારીત ન હતું, પરંતુ નિવૃતિ સમયે કર્મચારીના પગાર પર આધારીત હતું, આ યોજના હેઠળ નિવૃત કર્મચારીના મૃત્યુ બાદ તેમના પરીવારના સભ્યોને પણ પેન્શનની સુવિધાનો લાભ મળવા પાત્ર હતો, જેની મદદ થી સરકારી કર્મચારી નિવૃતિ બાદ પોતાના પરીવાર સાથે માનભેર જીવન નિર્વાહ કરવા માટે સક્ષમ હતા, 

પરંતુ ૧ જાન્યુઆરી ર૦૦૪ થી લાગુ કરવામાં આવેલ નવું પેન્શન યોજનામાં કર્મચારીના બેઝીક પગાર અને મોઘવારી ભથ્થાની ૧૦% રકમ પગાર માંથી કાપી વિવિધ પેન્શન આધારીત ફંડમાં રોકાણ કરવામાં આવે છે, કર્મચારીની નિવૃતિ બાદ તમામ રકમ તથા રકમ ઉપર મળતું રીર્ટન ઉમેરી કર્મચારીઓને પેન્શન અપાય છે, આ ફંડ સરકાર જુદી–જુદી સ્કીમમાં રોકાણ કરે છે, જે માર્કેટ ઉપર નર્ભરિ છે જેનું કોઈ ભવિષ્ય નથી ઘણીવાર બજારમાં ઉથલ પાથલ થાય તો કર્મચારીઓના રોકાયેલ નાણાં ધોવાય જાય છે જે ખુબ જ ગંભીર બાબત છે.

આ નવી પેન્શન યોજનામાં નિવૃતિ સમયે નજીવવું પેન્શન પ્રાપ્ત થાય છે, જેનાથી જીવન ગુજારો કરવો અઘરો બને છે, જે સરકારી કર્મચારી પોતાના જીવનના ૩૦ થી ૪૦ વર્ષ પોતાની સેવા બજાવે તેને છેલ્લે જીવન નિર્વાહ માટે પેન્શન ના મળે તે કર્મચારીઓ માટે હળાહળ અન્યાય છે.જેથી સરકારી કર્મચારીઓના હિતમાં ૧ જાન્યુઆરી ર૦૦૪ પહેલાની જુની પેન્શન યોજના ત્વરીત લાગુ કરાવવાની માંગ પરેશ ધાનાણીએ કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/