fbpx
અમરેલી

અમરેલીના ખેડૂતમિત્રોને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ

બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા તા.૩૦-૦૪-૨૦૨૨ સુધી આઇ ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું ચાલુ છે. બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે વેલાવાળા શાકભાજી માટે કાચા મંડપ, અર્ધ પાકા, પાકા મંડપ, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી, સરગવાની ખેતી, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ્સ, વેલાવાળા શાકભાજીના ટીસ્યુલ્ચર રોપા, ગ્રીનહાઉસ તથા ટીસ્યુ લેબ વીજદર સહાય, ઔષધિય સુગંધિત પાકોના વાવેતર તેમજ ડીસ્ટીલેશન યુનિટ, દેવીપુજક ખેડુતોને તરબુચ/ટેટી/શાકભાજી/માઇકોમ્યુટ્રીયન્ટ બિયારણ ફીટ, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ, પેલીહાસ નેટહાઉસમાં સોઇલલેશ કલ્ચર માટે સહાય ઘટકો માટે ઓનલાઇન અરજી કરી જરૂરી સાધનીક પુરાવા સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી, તા. જી. અમરેલીના સરનામે મોકલી આપવાની રહેશે. અરજી કરવા માટે http://ikhedut.gujarat.gov.in વેબસાઇટનો ઉપયોગ કરવાનો રહેશે. અરજી કરતી વખતે ખેડુત ખાતેદારે ૭, ૧૨, ૮-અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની વિગતો વગેરે પુરાવા સાથે રાખવા જરૂરી છે. આ અંગે વધુ વિગતો માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીનો ૦૨૭૯૨ ૨૨૩૮૪૪ નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/