fbpx
અમરેલી

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીના હસ્તે અમરેલી પોલીટેકનિક કોલેજ ખાતે કેન્ટીનનું ઉદ્દઘાટન કરાયું

કમીગઢના સખી મંડળ દ્વારા શરુ કરવામાં આવેલી કેન્ટીન બહેનોની આજીવિકામાં વધારો કરશે

સમગ્ર વિશ્વમાં આજે જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી તાલુકાના કમીગઢ ગામના સાંઈ સખી મંડળ દ્વારા અમરેલી પોલીટેકનિક કોલેજ ખાતે સાંઈ સખી કેન્ટીનનું જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલિયાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તક ચાલતી મિશન મંગલમ યોજના અંતર્ગત મળેલા લાભોથી શરુ કરવામાં આવેલી બહેનો માટે કેન્ટીન ખરા અર્થમાં ફળદાયી નીવડશે. આ કેન્ટીન બનવાથી સખી મંડળની બહેનોને આજીવિકામાં વધારાની સાથે સાથે કોલેજના વિદ્યાર્થીઓને જરૂરીયાત મુજબની વસ્તુઓ કોલેજના ૫ટાંગણમાં જ મળી રહેશે.

ઉદ્દઘાટન પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી વી.આર.સક્સેના, પોલીટેકનિકના પ્રિન્સિપાલ શ્રી રાવળ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, અમરેલી એ.ટી.ડી.ઓશ્રી, અમરેલી એન.આર.એલ.એમ યોજનાના જિલ્લા લાઈવલિહુડ મનેજરશ્રી, જિલ્લા એ.પી.એમ MF શ્રી અજયભાઈ,  જિલ્લા એ.પી.એમ SM શ્રી સ્નેહલ બેન રાઠોડ અને તાલુકા કક્ષાનો એન. આર.એલ.એમ યોજનાનો સ્ટાફ પણ ઉપસ્થિત રહી સાંઈ સખી મંડળની બહેનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/