fbpx
અમરેલી

કુટુંબથી વિખુટા પડી ગયેલા ૭ વર્ષીય કિશોરનો કુટુંબ સાથે ભેંટો કરાવી આપતું બાળ સુરક્ષા એકમ

આશરે ૭ માસ પહેલા પોતાના કટુંબથી વિખૂટો પડી ગયેલો અંદાજે ૭ વર્ષનો કિશોર સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનને મળી આવ્યો હતો. વહીવટી પ્રક્રિયાઓ બાદ પોલીસ સ્ટેશન તરફથી કિશોરની જિલ્લા બાળ સુરક્ષા એકમને કરવામાં આવી હતી. જિલ્લા બાળ સુરક્ષા એકમના સામાજિક કાર્યકરશ્રી તેમજ પોલીસ સ્ટેશનના ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસરના સંકલનમાં રહી સાવરકુંડલાની વિવિધ જગ્યાએ શોધ ખોળ કરેલ જેમાંથી બાળકના માતા મળી આવતા બાળકનું કુટુંબમાં પુનઃસ્થાપન થયું હતું.

આ અંગે વાત કરતા બાળ સુરક્ષા અધિકારીશ્રી વી.યુ.જોષી જણાવે છે કે પોલીસ વિભાગ દ્વારા કિશોરની સોંપણી કર્યા બાદ વિવિધ સ્થળોએ બાળકના કુટુંબીજનોની શોધ ખોળ હાથ ધરવામાં આવતા ગાંધીનગર ખાતેથી બાળકના મોટા બહેન સાથે સંપર્ક થયો હતો અને ત્યારબાદ કડીઓ મળતા કિશોરના માતા તેમજ જીજાજી આવીને બાળકની ઓળખ બાળ કલ્યાણ સમિતિ અને સમાજ સુરક્ષા અધિકારીશ્રી વી.એ.સૈયદ, જિલ્લા બાળ સુરક્ષા એકમના સામાજિક કાર્યકર શ્રી જી. પી. સોલંકી દ્વારા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસરના સંકલનમાં રહી કરવામાં આવી હતી.

આ તકે બાળ કલ્યાણ કમિટીના ચેરમેન રાજેશભાઈ કાબરીયા, સભ્યશ્રીઓ, પ્રોટેક્શન ઓફીસર (બિન સંસ્થાકિય સંભાળ) તેમજ ઇન્ચાર્જ પ્રોટેક્શન ઓફીસર (સંસ્થાકિય સંભાળ) હાજર રહેલ. ચેરમેન શ્રીના હસ્તે બાળક અને માતાનું આધાર કાર્ડ આપવામાં આવેલ. બાળકને કુટુંબમાં પુનઃ સ્થાપિત કરવા માટે જીલ્લા બાળ સુરક્ષા એકમ – અમરેલી એકમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/