fbpx
અમરેલી

વિધવા સહાય સમયસર ચુકવવા માટે રજુઆત કરાઈ

ગુજરાતમાં  વિધવા સહાય આપવાની સામાજીક સુરક્ષા યોજનામાં છેલ્લા એક વર્ષમાં ત્રણ મહિના કે પાંચ મહિના સુધી વિલંબના કારણે અનેક વિધવા બહેનો – તેના પરિવારોને જીવન નિર્વાહમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે “શ્રી સોની યુવા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ નાં વિધવા બહેનોને સમયસર સહાય ચુકવે તેવી માંગ કરતા વિશેષમાં જણાવ્યું કે દર મહિનાની તારીખ ૧થી૫ માં બહેનો સહાય ચૂકવાઈ એવી શ્રી સોની યુવા સોશ્યલ ટ્રસ્ટ નાં પ્રમુખ જીજ્ઞેશ વાગડીયા જણાવ્યું હતું કે, ગુજરાતમાં નિરાધાર વિધવા પેન્શન યોજના હેઠળ બહેનો અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા બહેનો કે જે પરિવારમાં જીવન જીવતા બહેનોને સહાય આપવાની યોજના અસ્તિત્વમાં છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીમાં અનેક પરિવારો આર્થિક રીતે તકલીફનો સામનો કરી રહ્યાં છે. રાજ્યમાં સતત વધતી જતી મોંઘવારી, મોંઘુ શિક્ષણ અને આરોગ્ય સેવાના કારણે સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવુ મુશ્કેલ બની ગયું છે. પરિવારનો આધાર ગુમાવવાથી અનેક પરિવારો લાચારીની સ્થિતી અનુભવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા વિધવા બહેનોને અપાતી સહાય પણ ઘણી મર્યાદીત હોય છે. ગુજરાતમાં નિરાધાર પેન્શન યોજના હેઠળ ગુજરાતમાં ૬,૫૪,૨૩૮ નોંધાયેલ છે જેમાં રાજકોટમાં  આશરે ૩૯૩૯૫, માં છે. જ્યારે ગુજરાતમાં નિરાધાર વિધવા બહેનો અને ગંગાસ્વરૂપા લાભાર્થી બહેનોની તેવા સંજોગોમાં મર્યાદીત સહાય પણ વિલંબથી ચુકવાય અથવા તો ત્રણ – પાંચ મહિના સુધી ન મળવાને કારણે ગરીબ – સામાન્ય વર્ગની વિધવા બહેનોને વિશેષ કરીને પોતાના બાળકોનો ઉછેર કરવો, ફી ભરવી અને જીવન નિર્વાહ ચલાવવો અતિ મુશ્કેલ છે.  કલેક્ટર કચેરી અને રાજ્ય સરકારમાં  સામાજીક સુરક્ષા માટેની રાષ્ટ્રીય વિવિધ યોજનાઓ હેઠળ મળવાપાત્ર વિધવા સહાય,પેન્શન સહિત છેલ્લા ઘણા સમયથી વિલંબ થવાને કારણે અનેક પરિવારો પોતે નિરાધાર હોય તેવો અહેસાસ કરી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર અને ખાસ કરીને સત્તાધીશો માનવીય અભિગમ રાખીને ઝડપી મળવા પાત્ર સહાય ચુકવવા શ્રી સોની યુવા સોશ્યલ ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશ વાગડીયા તથા કેતનભાઈ પાટડિયા પ્રશાંતભાઈ વાગડીયા,ભાવિનભાઈ વાગડીયા,  રવિકાન્તભાઈ વાગડીયા, એડવોકેટ નયનભાઈ કોઠારી, હરેશભાઈ ભુવા, પરેશભાઈ પાટડિયા,શૈલેષભાઈ પાટડિયા,શોભનભાઈ પારેખ, નિલેશભાઈ જડીયા અનિલભાઈ આડેસરા હિતેશભાઈ વાગડીયા કમલેશભાઈ પાટડિયા દિપકભાઈ કરચલીયા, ભાવેશભાઈ પાટડિયા  દિપકભાઈ કરચલીયા હોદ્દેદારો દ્વારા માંગણી કરી છીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/